News Continuous Bureau | Mumbai
ટીવીના ટીઆરપી લિસ્ટના ટોપ શો ‘અનુપમા’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ લોકોને પસંદ છે. લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અને પ્રણાલી રાઠોડ પણ લોકો પસંદ કરે છે. બંનેની ફેન ફોલોઈંગ એટલી મજબૂત છે કે તેમની પોસ્ટ શેર કરતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે ટીવીના આ મોટા સ્ટાર્સ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા ત્યારે સોશિયલ મીડિયા પર હંગામો મચી જાય છે. જી હા, રૂપાલી ગાંગુલી અને પ્રણાલી રાઠોડનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અનુપમા અને અક્ષરા એ લગાવ્યા ઝુમકા ગીત પર ઠુમકા
આ વીડિયોમાં અનુપમા અને અક્ષરા બંને મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે. બંને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના પ્રખ્યાત ગીત ‘ઝુમકા ગીરા રે’ પર ડાન્સ કરતા જોવા મળે છે. બંનેની સ્ટાઈલ ખૂબ જ ક્યૂટ છે. જ્યારે ડાન્સ ની શરૂઆત સ્ટેપ્સ યાદ રાખવાથી થાય છે, અને બંને તેને જોરથી હસીને સમાપ્ત કરે છે.રૂપાલી ગાંગુલીએ ઓરેન્જ કલરની સાડી સાથે બ્લુ બ્લાઉઝ પહેર્યો હતો. આ સાથે તે બંગડી અને નેકલેસ માં ફુલ પાર્ટી સ્ટાઇલમાં તૈયાર જોવા મળે છે. અનુપમાને સ્પર્ધા આપતી વખતે, અક્ષરા પણ વાદળી અને ગુલાબી શેડવાળા સલવાર સૂટ પર મોટી ઇયરિંગ્સ પહેરેલી જોવા મળે છે.
View this post on Instagram
અનુપમા અને અક્ષરા ના શો નો કરંટ ટ્રેક
જો બંને શોની વાર્તાની વાત કરીએ તો આ દિવસોમાં ‘અનુપમા’માં ઘરેલુ હિંસાની ચર્ચા થઈ રહી છે. પાખી પર તેણ પતિ અધિકે હાથ ઉગામ્યો છે. જેનો આખો પરિવાર વિરોધ કરી રહ્યો છે.પરંતુ પાખી તેના પતિ અધિક નો બચાવ કરી રહી છે. બીજી તરફ, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિનવ ના મૃત્યુ બાદ અક્ષરાના જીવનમાં ફરી એકવાર મોટો બદલાવ આવવાનો છે. એક તરફ તે અભિમન્યુ ને નિર્દોષ સાબિત કરે છે અને બીજી તરફ તેના આ નિર્ણય થી તેનો પુત્ર અભીર નારાજ છે. હવે બન્ને શો માં આગળ શું થશે તે જોવું દિલચસ્પ હશે.
આ સમાચાર પણ વાંચો : salman khan: તો આ કારણ થી સલમાન ખાને અપનાવ્યો બાલ્ડ લુક! કરણ જોહર સાથે છે કનેક્શન