News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં જ પોતાના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દીધા છે. હાલમાંજ સુપરસ્ટાર સલમાન ખાન મુંબઈમાં તેના નવા લૂક સાથે જોવા મળ્યો હતો. ફિલ્મ સ્ટાર સલમાન ખાને હાલમાં જ આર્મી કટ લુક કેરી કર્યો છે. અભિનેતાએ ખૂબ જ ટૂંકી હેરસ્ટાઇલ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે ફિલ્મ સ્ટાર સલમાન ખાને શા માટે પોતાના લુકમાં ધરખમ ફેરફાર કર્યો છે. તેનો બાલ્ડ લુક જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાનના લેટેસ્ટ લુકને લઈને એક તાજા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે સલમાન ખાનના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠવાના છે.
આ સમાચાર પણ વાંચો : salman khan : ‘ટાઇગર 3’ ની રિલીઝ પહેલા નવા અવતારમાં દેખાયો સલમાન ખાન ,ભાઈજાન નો સ્વેગ જોઈ ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા
ધર્મા પ્રોડક્શન ની ફિલ્મ માટે સલમાન ખાને પોતાનો લુક બદલ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર, સુપરસ્ટાર સલમાન ખાને તેની આગામી ફિલ્મ માટે આ નવો લુક કેરી કર્યો છે. ફિલ્મ સ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આગામી ફિલ્મમાં જોવા મળશે. ‘શેર શાહ’ના નિર્દેશક વિષ્ણુ વર્ધનના નિર્દેશનમાં બની રહેલી નિર્માતા કરણ જોહરની આ ફિલ્મ આર્મી બેકગ્રાઉન્ડ પર આધારિત છે. જેમાં સુપરસ્ટાર સલમાન ખાન આર્મી ઓફિસરની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. શેર શાહની બમ્પર સફળતા પછી, નિર્દેશક વિષ્ણુ વર્ધન તેની આગામી ફિલ્મની તૈયારી કરવા લાગ્યા. જેમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકોમાં પહેલેથી જ જોરદાર ચર્ચા છે. આ જ કારણ છે કે ફિલ્મ સ્ટાર સલમાન ખાને પોતાના લુકમાં આ બદલાવ કર્યો છે.રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે નવેમ્બર મહિનાથી શરૂ થવાનું છે.