Sushmita sen:મૈં હૂં ના રિલીઝ થયા બાદ ફરાહ ખાને સુષ્મિતાની માંગી હતી માફી,અભિનેત્રીએ કર્યો ખુલાસો

sushmita sen recalled farah khan said sorry to her after seeing main hoon na final edit

News Continuous Bureau | Mumbai

સુષ્મિતા સેન હાલમાં જ રિલીઝ થયેલી તેની સીરિઝ ‘તાલી’ દ્વારા લોકોના દિલ જીતી રહી છે. સુષ્મિતાએ વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેની ફિલ્મી કરિયરની શરૂઆત થઈ અને આજે પણ તે તેના ઉત્તમ અભિનય થી લોકો ના દિલ જીતી રહી છે. તાજેતરમાં સુષ્મિતાએ અભિનેત્રી તરીકેની પોતાની સફર વિશે વાત કરી હતી. શાહરૂખ ખાન સ્ટારર મૈં હૂં ના (2004) માં તેણીનું પાત્ર ચાંદની ચોપરા કેવી રીતે ટૂંકું પરંતુ શક્તિશાળી હતું તે પણ શેર કર્યું. આ સાથે તેણે ફરાહ ખાન સાથે સંબંધિત એક કિસ્સો સંભળાવ્યો, જે ખૂબ જ રસપ્રદ છે-

 

ફરાહ ખાને માંગી હતી સુષ્મિતા સેન ની માફી 

સુષ્મિતા સેને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘ફરાહ ખાને ફોન કર્યો અને કહ્યું કે સુષ્મિતા મેં ફાઇનલ એડિટ જોયું છે, અને મારે તમારી માફી માંગવી પડશે. શાહરૂખ લીડ હતો, ઝાયેદ અને અમૃતાનો પણ રોલ હતો, પણ તું બહુ ઓછી જોવા મળી છો. તેથી મેં કહ્યું વાંધો નહીં. અમારી એક ડીલ હતી. તમે તમારું વચન પાળ્યું અને મેં મારું વચન પાળ્યું. હવે તે થઈ ગયું છે તેની ચિંતા કરશો નહીં.’ સુષ્મિતાએ વધુમાં ઉમેર્યું, ‘તમે શાનદાર કામ કર્યું છે, હું તમારા પરથી નજર હટાવી નથી શકતી અને આશા રાખું છું કે તમે બીજા ભાગમાં અને દરેક ફ્રેમમાં હશો.’ સુષ્મિતાએ કહ્યું કે તે સ્ક્રિનિંગમાં નથી ગઈ કારણ કે તેને લાગ્યું હતું કે તેને ફિલ્મ જોઈને ખરાબ લાગશે, કારણ કે ફરાહે તેને કહ્યું હતું કે તે ભાગ્યે જ દેખાઈ રહી છે.’

આ સમાચાર પણ વાંચો : yo yo honey singh trolled : લાઈવ પરફોર્મન્સ દરમિયાન યો યો હની સિંહે કરી એવી હરકત કે થઇ ગયો ટ્રોલ, આ જાનવર સાથે થઇ સરખામણી, જુઓ વિડિયો

સુષ્મિતા સેન અને શાહરુખ ખાન ની કેમેસ્ટ્રી 

ફરાહ ખાને ફિલ્મ ‘મેં હૂં ના’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, સુનીલ શેટ્ટી, ઝાયેદ ખાન, અમૃતા રાવ અને સુષ્મિતા સેન જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળ્યા હતા. જો કે, ફિલ્મમાં સુષ્મિતાનો સ્ક્રીનટાઇમ મર્યાદિત હતો, પરંતુ અભિનેત્રીએ ટૂંકા ગાળામાં સારો દેખાવ કર્યો હતો અને દર્શકોને શાહરૂખ સાથેની સુષ્મિતાની કેમેસ્ટ્રી પસંદ પડી હતી.