News Continuous Bureau | Mumbai
Rhea Chakraborty: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી છેલ્લા બે વર્ષથી ચર્ચામાં છે. તે સમયે, અભિનેત્રી દિવંગત અભિનેતા સાથે કથિત સંબંધમાં હતી. અને હવે તાજેતરના અહેવાલો અનુસાર, રિયા આખરે તેના જીવન સાથે આગળ વધી છે અને હાલમાં તે ઝેરોધા ના સ્થાપક નિખિલ કામથ ને ડેટ કરી રહી છે. તમને જણાવી દઈએ કે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિખિલ કામથ સાથે તેની કથિત ડેટિંગ અફવાઓ પર એક પોસ્ટ શેર થઇ હતી, જેને હવે હટાવી દેવામાં આવી છે.
View this post on Instagram
રિયા ચક્રવર્તી ની લવ લાઈફ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિયા ઝીરોધાના ફાઉન્ડર નિખિલ કામથને ડેટ કરી રહી છે. આ એ જ નિખિલ કામથ છે જેનું નામ રિયા પહેલા વર્ષ 2021માં મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લર સાથે જોડાયું હતું. પરંતુ અહેવાલો અનુસાર, બંને તેમના સંબંધોને ખાનગી રાખવા માંગતા હતા.જોકે થોડા સમય પહેલા એવી અફવા હતી કે રિયા વિરાટ કોહલીના મેનેજર બંટી સજદેહને ડેટ કરી રહી છે, પરંતુ બંનેમાંથી કોઈએ પણ આ સમાચારને સમર્થન આપ્યું નથી. લગભગ બે વર્ષ બાદ રિયા ‘રોડીઝ સીઝન 19’માં જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ જોરદાર કમબેક કરવા તૈયાર આમિર ખાન,આ દમદાર વકીલ ની બાયોપિક માટે મિલાવ્યો હાથ