Muzammil Ibrahim Claims: આ મોડલ અને અભિનેતા એ દીપિકા પાદુકોણ ને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, બંને કરી ચુક્યા છે એકબીજા ને ડેટ, જાણો વિગતે

Muzammil Ibrahim Claims: મોડલ અને એક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમે ખુલાસો કર્યો કે દીપિકા પાદુકોણ સાથે તેના બે વર્ષ સુધી સંબંધ રહ્યા હતા અને તેઓ રિક્ષા અને ટ્રેનમાં ડેટ પર જતા હતા.

by Zalak Parikh
Muzammil Ibrahim Claims Deepika Padukone Proposed Me We Dated for 2 Years

News Continuous Bureau | Mumbai

Muzammil Ibrahim Claims: બોલીવૂડના જાણીતા મોડલ અને એક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે તે દીપિકા પાદુકોણ સાથે બે વર્ષ સુધી સંબંધમાં હતો. તેણે કહ્યું કે દીપિકાએ તેને પ્રપોઝ કર્યું હતું અને બ્રેકઅપ તેણે  કર્યું હતું. મુઝમ્મિલના જણાવ્યા મુજબ, તે સમય દરમિયાન તેઓ રિક્ષા અને લોકલ ટ્રેનમાં ડેટ પર જતા અને તેમ છતાં ખૂબ ખુશ હતા

આ સમાચાર પણ વાંચો : Neena Gupta Birthday : મેટ્રો ઈન દીનો ની સ્ટારકાસ્ટ સાથે નીના ગુપ્તા એ ઉજવ્યો તેનો 66 મો જન્મદિવસ, અભિનેત્રી ના આઉટફિટ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

દીપિકા પાદુકોણે કર્યું હતું પ્રપોઝ, મુઝમ્મિલે કર્યું હતું બ્રેકઅપ

મુઝમ્મિલે જણાવ્યું કે દીપિકા ખૂબ આત્મવિશ્વાસથી ભરેલી હતી કારણ કે તે પ્રકાશ પાદુકોણની દીકરી છે. તેણે કહ્યું કે, “તે સમયે હું સ્ટાર હતો અને દીપિકા નવી હતી. તેણે મને પ્રપોઝ કર્યું હતું, પણ બ્રેકઅપ મેં કર્યું હતું ” મુઝમ્મિલે દીપિકાની પ્રશંસા કરતા કહ્યું કે તે હવે સુપરસ્ટાર છે અને હું તેનો મોટો ફેન છું.મુઝમ્મિલે જણાવ્યું કે 2019માં દીપિકા અને રણવીર સિંહ ના લગ્ન સુધી તેઓ સંપર્કમાં હતા. લગ્ન પછી તેમનો સંપર્ક તૂટી ગયો. તેણે કહ્યું કે બ્રેકઅપ પછી પણ તેઓ મિત્રો તરીકે વાત કરતા હતા અને સંબંધો સારા રહ્યા હતા.


મુઝમ્મિલે કહ્યું કે, “અમે ત્યારે બાળકો જેવા હતા. રિક્ષા અને ટ્રેનમાં ડેટ પર જતાં. તે સમય ખૂબ ક્યૂટ હતો. મારી પાસે થોડા વધુ પૈસા હતા અને મેં કાર ખરીદી ત્યારે દીપિકા ખૂબ ખુશ થઈ હતી. એ દિવસો યાદગાર છે કારણ કે ત્યારથી હું રિક્ષા ડેટ પર નથી ગયો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More