News Continuous Bureau | Mumbai
Paneer Lababdar : જો તમે લંચ (Lunch) કે ડિનર માટે કંઇક ખાસ બનાવવા માંગો છો, તો પનીર લબાબદાર ટ્રાય કરો. જો કે રેસ્ટોરન્ટ (Restaurant) માં આ વાનગી ખાવાનું બધાને ગમે છે, પરંતુ તમે તેને ઘરે પણ બનાવી શકો છો. ઘણા લોકો એવું વિચારે છે કે હોટેલ જેવું પનીર લબાબદાર(Paneer Lababdar) ઘરે બનાવવું થોડું મુશ્કેલ છે, વાસ્તવમાં એવું નથી. જો તમે સાચી રેસિપી(Recipe) ફોલો કરો છો, તો તમારું પનીર લબાબદાર હોટેલ જેવું જ સ્વાદિષ્ટ બનશે. ચાલો જાણીએ રીત.
પનીર લબાબદાર માટે સામગ્રી
તેલ – 2 ચમચી
જીરું
લવિંગ – 4 થી 5 નંગ
તજ
તમાલપત્ર – 2
ડુંગળી – 3
ટામેટા – 4
તરબૂચના બીજ – 2 ચમચી
કાજુ – 10 થી 15
મીઠું – 1 ચમચી
કાશ્મીરી લાલ મરચું – 3
ગરમ પાણી – 1 કપ
તેલ – 1 ચમચી
માખણ – 2 ચમચી
આદુ લસણની પેસ્ટ – 1 ચમચી
લીલા મરચા – 2 થી 3
કાશ્મીરી લાલ મરચું પાવડર – 1 ચમચી
હળદર પાવડર – 1/4 ચમચી
ધાણા પાવડર – 1 ચમચી
ટોમેટો પ્યુરી – 3 ચમચી
સમારેલા કેપ્સીકમ – 1
મીઠું – 1 ચમચી
ગરમ પાણી – 1/2 કપ
પનીર – 400 ગ્રામ
લાલ મરચું પાવડર – 1/4 ચમચી
હળદર પાવડર – 1/4 ચમચી
તેલ
છીણેલું પનીર – 50 ગ્રામ
ખાંડ – 1 ચમચી
ગરમ મસાલો – 1/2 ચમચી
કસુરી મેથી – 1 ચમચી
ફ્રેશ ક્રીમ – 1 ચમચી
સમારેલી કોથમીર
પનીર લબદાર બનાવવાની રીત:
મસાલા રોસ્ટ કરો
પનીર લબાબદાર બનાવવા માટે પહેલા પનીરના મોટા ટુકડા કરી લો. આ ટુકડાને પાણીમાં થોડીવાર પલાળી રાખો. આ પછી, એક પેન ગરમ કરો અને તેમાં 2 ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, લવિંગ, તજ અને તમાલપત્ર નાખીને રોસ્ટ કરો.
આ સમાચાર પણ વાંચો : Masur Dal : એકદમ ફટાફટ થઈ જાય તેવી હેલ્થી અને ટેસ્ટી ખાટી મીઠી મસૂર દાળ, જાણો રેસીપી!
પ્યુરી
મસાલો રોસ્ટ કર્યા પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો. ડુંગળી હળવી સોનેરી થાય એટલે તેમાં ટામેટાં, તરબૂચના બીજ, કાજુ, મીઠું અને કાશ્મીરી સૂકું લાલ મરચું નાખીને સાંતળો. જ્યારે મિશ્રણ શેકાઈ જાય, ત્યારે તેમાં 1 કપ ગરમ પાણી ઉમેરો અને મિક્સ કરો, પછી ઢાંકીને 10 મિનિટ સુધી પકાવો. બાદમાં ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને મિક્સરમાં નાખીને પીસી લો. યાદ રાખો કે તેને ઠંડુ થયા પછી જ પીસવાનું છે.
ગ્રેવી તૈયાર કરો
મસાલાને પીસી લીધા પછી ગેસ પર એક કડાઈ મૂકો અને તેમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીને ગરમ કરો અને તેમાં થોડું માખણ ઉમેરો. ગરમ કર્યા બાદ તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો. હવે લીલાં મરચાંને બારીક કાપો, તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર ઉમેરીને સારી રીતે ફ્રાય કરો. મસાલાને તફ્રાય કર્યા પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો અને પછી 1 કપ ગરમ પાણી ઉમેરીને પકાવો. હવે તેમાં સમારેલા કેપ્સિકમ અને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરીને બરાબર પકાવો.
ગ્રેવી પકવ્યા પછી તેમાં પનીરના ટુકડા ઉમેરીને હળવા હાથે મિક્સ કરો. હવે તેમાં 1 ચમચી ખાંડ, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન કસુરી મેથી અને થોડું પનીર નાખીને મિક્સ કરો. હવે તેમાં ફ્રેશ ક્રીમ અને સમારેલી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તૈયાર છે પનીર લબાબદાર.