News Continuous Bureau | Mumbai
Bigg boss 16 archana gautam: ‘બિગ બોસ 16’ ની રનર અપ રહી ચુકેલી અર્ચના ગૌતમ હાલમાં ‘ખતરો કે ખિલાડી 13’માં જોવા મળી રહી છે. અર્ચના 2021 માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી, પરંતુ શુક્રવારે જ્યારે તે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચી ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેના પિતા પણ તેની સાથે હતા. મીડિયા રિપોર્ટ અનુસાર બાપ દીકરી ને પાર્ટી ઓફિસમાં પ્રવેશતા રોકવામાં આવ્યા અને ગેટ પર જ દુર્વ્યવહાર કરવામાં આવ્યો. કેટલીક મહિલાઓએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેના વાળ ખેંચ્યા અને ધક્કો પણ માર્યો. ઘણા તેમની સાથે અસભ્ય વર્તન પણ કરતા હતા.
પિતા સાથે કોંગ્રસ ની ઓફિસે પહોંચી હતી અર્ચના ગૌતમ
અર્ચના ગૌતમના પિતાએ જણાવ્યું કે તેઓ પાર્ટીના નેતા પ્રિયંકા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંસદમાં મહિલા બિલ પાસ થવા પર અભિનંદન આપવા આવ્યા હતા. અર્ચના ગૌતમના પિતાએ કહ્યું કે અમે આ ઘટનાથી આઘાતમાં છીએ, અમે ખૂબ જ દુઃખી છીએ અને ગભરાટમાં છીએ. જોકે, અર્ચનાએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. તેના પર તેણે કહ્યું કે હું આગળ લડીશ. હું આમ ચુપચાપ બેસી રહેવાની નથી. મારી સાથે જે પણ થયું છે તે ઘણું ખોટું છે.સમાચાર આવી રહ્યા છે કે અર્ચના ગૌતમ અને તેના પિતા જલ્દી જ મેરઠમાં આ કેસમાં કેસ દાખલ કરી શકે છે. તેમજ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલાની માહિતી પણ આપી શકે છે. જોકે, અત્યારે બીજું કંઈ કહેવું યોગ્ય નથી. અર્ચનાએ આ મામલે વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે.
This is how you paid your loyalty for being a Congress party supporter:
Bigg Boss 16’s Archana Gautam, who is a big Congress party supporter, was manhandled were entering the New Delhi party office and was reportedly beaten at the gate. pic.twitter.com/J3wQ5Xjrpk
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) September 29, 2023
અર્ચના ગૌતમ ની કારકિર્દી
અર્ચના નવેમ્બર 2021 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) માં જોડાઈ. તેણીએ 2022ની યુપી વિધાનસભાની ચૂંટણી હસ્તિનાપુર મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર દિનેશ ખટીક સામે લડી હતી અને ભારે માર્જિનથી હારી હતી. અર્ચના ને સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ શો બિગ બોસની 16મી સીઝનથી તેને લોકપ્રિયતા મળી. તેણે ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’, ‘બારાત કંપની’ અને ‘હસીના પારકર’ સહિત ઘણી ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી છે. હાલમાં તે રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી 13’માં સ્પર્ધક છે.
આ સમાચાર પણ વાંચો : Animal teaser: રણબીર કપૂર ના જન્મદિવસે તેના ફેન્સ ને મળી મોટી ગિફ્ટ, અભિનેતા ની બહુ ચર્ચિત ફિલ્મ એનિમલ નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ, જુઓ વિડીયો