Ban on export of non-basmati rice: નરેન્દ્ર મોદી સરકારના એક નિર્ણયથી મલેશિયામાં મચી ગયો દેકારો.. જાણો શું છે આ પ્રકરણ..વાંચો વિગતે અહીં..

Ban on export of non-basmati rice: ભારત સરકાર દ્વારા નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ પછી વિશ્વના ઘણા દેશોની મુશ્કેલીઓ વધી છે. મલેશિયા સરકારે ભારત સરકારને આ પ્રતિબંધ હટાવવાની અપીલ કરી છે.

by Hiral Meria
Ban on export of non-basmati rice A decision of the Narendra Modi government has caused a stir in Malaysia…

News Continuous Bureau | Mumbai 

Ban on export of non-basmati rice: ભારત સરકાર (Indian Government) દ્વારા નોન-બાસમતી ચોખા ( Non Basmati Rice ) ની નિકાસ ( Export ) પર પ્રતિબંધ ( Ban ) પછી વિશ્વના ઘણા દેશોની મુશ્કેલીઓ વધી છે. અમેરિકા ( USA )  અને ઑસ્ટ્રેલિયા ( Australia ) જેવા દેશો પછી મલેશિયા ( Malaysia ) પણ ચોખાના ઓછા પુરવઠા અને વધેલા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. મલેશિયા સરકારે (Malaysia Government) ભારત સરકારને આ પ્રતિબંધ ( Prohibition ) હટાવવાની અપીલ કરી છે. સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે, કેન્દ્રની મોદી સરકારે ( Modi Govt ) જુલાઈ 2023 માં બિન-બાસમતી ચોખાની નિકાસ ( Rice export ) પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ છે. આવી સ્થિતિમાં, વૈશ્વિક ચોખા બજારને અસર થઈ છે અને ઘણા દેશો વધતી કિંમતો અને ચોખાના ઓછા પુરવઠા સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

મલેશિયા તેના કુલ ચોખાના વપરાશના 38 ટકા જેટલી આયાત કરે છે. પરંતુ ભારત દ્વારા ચોખાની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ મલેશિયા ચોખાની અછતનો સામનો કરી રહ્યું છે. ચોખા ખરીદવા માટે દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં ચોખાના પેકેટો નથી. લોકોમાં ચોખા ખરીદવાની હરીફાઈ ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મલેશિયાની કુલ વસ્તી લગભગ 3.2 કરોડ છે અને તે પોતાની જરૂરિયાતોના લગભગ 38 ટકા ચોખા આયાત કરે છે. ભારત તરફથી ચોખા નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવા માટે સરકારે ગયા અઠવાડિયે ભારત સરકાર સાથે વાતચીત કરી હતી. મલેશિયન મંત્રી મોહમ્મદ સાબૂનું કહેવું છે કે ભારત સહિત 19 દેશો તરફથી ચોખા નિકાસ પર લગવાવામાં આવેલા પ્રતિબંધ બાદ ઊંચી કિંમતો પર આયાતિત ચોખા મદદગાર સાબિત નહીં થઈ શકે. આપણા દેશમાં ચોખાની કોઈ કમી નથી. હું લોકોને ફરી એક વખત કહેવા માગું છું કે પેનિક ન કરો. તમે માત્ર એટલા જ ચોખા ખરીદો જેટલા તમને જોઈએ.

 મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રી મોહમ્મદ સાબુનો નાગરિકોને આશ્વાસન આપવાનો પ્રયાસ…

મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રી મોહમ્મદ સાબુએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાગરિકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરતા કહ્યું કે દેશમાં પૂરતા પ્રમાણમાં ચોખા છે. આવી સ્થિતિમાં લોકોને ગભરાટમાં ચોખા ન ખરીદવા વિનંતી કરવામાં આવી છે. આયાતી ચોખાના ભાવમાં વધારાને કારણે ઊભી થતી પુરવઠાની સમસ્યાનો સામનો કરવા માટે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં વિતરણ વધારશે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra News: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ, નાંદેડ બાદ છત્રપતિ સંભાજીનગર હોસ્પિટલમાં 24 કલાકમાં 18ના મોતથી આરોગ્ય વિભાગમાં મચ્યો ખળભળાટ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો. વાંચો વિગતે અહીં..

મલેશિયાના મંત્રીનું કહેવું છે કે દેશમાં ચોખાની કોઈ અછત નથી, પરંતુ આયાતી ચોખાના ભાવમાં ભારે વધારાને કારણે ગ્રાહકો સસ્તા ચોખા માટે સ્થાનિક અનાજ તરફ દોડી રહ્યા છે. જેના કારણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર આના ઉકેલ માટે યોગ્ય પગલાં લઈ રહી છે. મલેશિયાના ખાદ્ય સુરક્ષા મંત્રી મોહમ્મદ સાબુનું કહેવું છે કે સ્થાનિક ચોખાની કિંમત 2.60 રિંગિટ પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે. આ સૌથી સસ્તો ચોખા છે. આવી સ્થિતિમાં, જ્યારે આયાતી ચોખાના ભાવમાં અચાનક 36 ટકાનો વધારો થયો, ત્યારે ઘણા ગ્રાહકોએ આયાતી ચોખામાંથી સ્થાનિક ચોખા તરફ સ્વિચ કરવું પડ્યું.

ભારત સરકારે આગામી તહેવારી સીઝન દરમિયાન ઘરેલુ પુરવઠાને પ્રોત્સાહન આપવા અને ખુદરા કિંમતોને નિયંત્રિત રાખવા માટે 20 જુલાઇના રોજ ગેર-બાસમતી સફેદ ચોખા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ 2022-23માં ચોખાના કુલ વૈશ્વિક નિકાસમાં ભારતનો 40 ટકા યોગદાન હતું. વર્ષ 2022-23માં ભારતના ગેર-બાસમતી ચોખાનો કુલ નિકાસ 42 લાખ ડોલરનો હતો, જ્યારે ગયા વર્ષે આ નિકાસ 26.2 લાખ ડોલરનો હતો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More