News Continuous Bureau | Mumbai
Kheer Recipe : શ્રાદ્ધ (Shradh) શરૂ થઈ ગયાં છે. શ્રાદ્ધમાં પૂર્વજોના તર્પણ માટે ખીર બનાવવાનું ખૂબ જ મહત્વ હોય છે. પિતૃ પક્ષ (Pitru paksha) એટલે કે શ્રાદ્ધ દરમિયાન, લોકો તેમના પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે પ્રસાદ અને ધાર્મિક વિધિઓ સાથે બ્રાહ્મણોને સાત્વિક ભોજન કરાવે છે. આ ભોજનમાં બ્રાહ્મણોને ખીર (kheer) ચોક્કસપણે પીરસવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તમામ વાનગીઓમાં ખીરને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મીઠી ખીર ખાવાથી બ્રાહ્મણો, પિતૃઓ અને દેવતાઓ તૃપ્ત થાય છે. સામાન્ય રીતે શ્રાદ્ધ દરમિયાન ઘરોમાં ચોખાની ખીર બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે દૂધી ની ખીર (bottle Gourd Kheer) બનાવી શકો છો. આ ખીર બનાવવી ખૂબ જ સરળ છે અને તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે.
દૂધી ની ખીર બનાવવા માટેની સામગ્રી-
-1 કપ છીણેલી દૂધી
-2 કપ દૂધ
-1/2 ચમચી એલચી પાવડર
– 1 ટેબલસ્પૂન સમારેલા ડ્રાયફ્રૂટ્સ
– 1 ચમચી દેશી ઘી
-1/2 કપ ખાંડ
આ સમાચાર પણ વાંચો : Ramayan: નીતીશ તિવારી ની ‘રામાયણ’ માં માતા સીતા ના રોલ માં સાઉથ ની આ અભિનેત્રી ની થઇ એન્ટ્રી, જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
દૂધીની ખીર બનાવવાની રીત-
દૂધીની ખીર બનાવવા માટે, સૌપ્રથમ દૂધીની છાલ કાઢી, તેને ધોઈ, છીણીને એક બાઉલમાં અલગ રાખો. હવે એક ઊંડા તળિયાવાળા વાસણમાં દૂધ નાખી મધ્યમ તાપ પર ગરમ કરવા રાખો. એક-બે વાર દૂધ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો. હવે એક પેનમાં 1 ચમચી દેશી ઘી નાખીને ગરમ કરો. આ ઘીમાં છીણેલી દૂધી ઉમેરો અને જ્યાં સુધી દૂધી બરાબર પાકી ન જાય ત્યાં સુધી પકાવો.
જ્યારે દૂધી પાકી જાય અને નરમ થઈ જાય, ત્યારે તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરો અને ચમચાની મદદથી મિક્સ કરતી વખતે ધીમી આંચ પર થવા દો. ક્યારેક-ક્યારેક મોટી ચમચીની મદદથી ખીરને હલાવતા રહો. દૂધ બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ખીરને રાંધવાની છે. આ પછી દૂધમાં સ્વાદ મુજબ ખાંડ અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. આ પછી, ખીરમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો અને તેને વધુ 3-4 મિનિટ સુધી ચડવા દો. આ પછી, ગેસ બંધ કરો અને એક મોટા સર્વિંગ બાઉલમાં ખીરને કાઢો અને ઉપર ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ દૂધીની ખીર.