News Continuous Bureau | Mumbai
Tiger Video : પ્રાણીઓ અને લોકો વચ્ચેની વાતચીત સૌથી મીઠી હોય છે. ઘણીવાર લોકો કૂતરા, બિલાડી, સસલા, ગાય વગેરે જેવા તેમના પાલતુ પ્રાણીઓને ( pets ) પ્રેમ કરતા અને ગળે લગાવતા જોવા મળે છે, પરંતુ વાયરલ ( Viral Video ) થઈ રહેલા આ વીડિયોમાં એક માણસ એક મોટા વાઘ ( Tiger ) સાથે રમતા જોવા મળે છે. એટલું જ નહીં, વીડિયોમાં આ વ્યક્તિ આ વાઘને ખૂબ સારી રીતે મસાજ કરતો પણ જોવા મળે છે.
એક રસપ્રદ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કોઈ પણ દંગ રહી જશે. એક યુવકને વાઘ સાથે મસ્તી કરતો અને રમતો એક હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપની શરૂઆતમાં એક વાઘ એક યુવકની નજીક આવે છે. આગળ વિડિયોમાં, માણસની વાઘને માલિશ કરતો જોવા મળે છે.
જુઓ વિડિયો
Belly rubs 🤗 pic.twitter.com/t7jhwVuk8A
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 5, 2023
વાઘ પણ મજા કરી રહ્યો છે
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક ( Man ) વાઘ સાથે મસ્તી કરી રહ્યો છે. યુવક આ રીતે વાઘના પેટમાં માલિશ ( Stomach massage ) કરી રહ્યો છે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે વાઘ પણ ખૂબ જ આનંદથી મસાજ કરાવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક કોઈ પણ ડર વગર વાઘને પોતાના ખોળામાં પકડી રહ્યો છે. વાઘ પણ તેની મિત્રતા જાળવી રહ્યો છે. આ વિડિયો ખરેખર દિલને સ્પર્શી જાય એવો છે તો બીજી તરફ ખતરનાક પણ છે.
આ સમાચાર પણ વાંચો : Syria Attack: સીરિયામાં મિલિટરી એકેડમી પર ડ્રોનથી ભયંકર હુમલો, 100થી વધુના મોત, આટલા લોકો ઈજાગ્રસ્ત.. જાણો હાલ કેવી છે સ્થિતિ..વાંચો વિગતે અહીં…