Express Train: અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસનું ભટની સ્ટેશન પર તથા સોમનાથ-જબલપુર એક્સપ્રેસનું સાલીચૌકા રોડ સ્ટેશન પર રોકાણ

Express Train: રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ભટની સ્ટેશન ઉપર તથા ટ્રેન નંબર 11463/11464 સોમનાથ-જબલપુર એક્સપ્રેસને સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ

by Hiral Meria
Ahmedabad-Gorakhpur Express to stop at Bhatni Station and Somnath-Jabalpur Express at Salichauka Road Station

News Continuous Bureau | Mumbai 

Express Train: રેલ પ્રશાસન ( Railway Administration ) દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ( Ahmedabad-Gorakhpur Express ) ભટની સ્ટેશન ( Bhatni Station ) ઉપર તથા ટ્રેન નંબર 11463/11464 સોમનાથ-જબલપુર એક્સપ્રેસને ( Somnath-Jabalpur Express ) સાલીચૌકા રોડ સ્ટેશન ( Salichauka Road Station ) ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ ( Halt ) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ

  • ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ નો 14 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 15.52/15.54 કલાક રહેશે તથા ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ નો 15 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 22.54/22.56 કલાક રહેશે.
  • ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 16.03/16.04 કલાક રહેશે તથા ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ નો સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 10.39/10.40 કલાક રહેશે.

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Fight : મુંબઈ લોકલમાં મુસાફરો વચ્ચે ઝપાઝપી, મુસાફરે ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારવાનો કર્યો પ્રયાસ! જુઓ વાયરલ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More