News Continuous Bureau | Mumbai
Jumbo Block : ટ્રેક, સિગ્નલિંગ ( signaling ) અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવેના ( Western Railway ) સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે રવિવાર, 15 ઓક્ટોબર, 2023 ના રોજ સવારે 10.00 કલાકથી 15.00 કલાક સુધી અપ અને ડાઉન ધીમી લાઈનો પર પાંચ કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.
કેટલીક ટ્રેનો ( Local Train ) ગોરેગાંવ સ્ટેશન ( Goregaon Station ) સુધી જ દોડશે
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ બ્લોક સમયગાળા દરમિયાન, તમામ અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે ધીમી લાઇન પર દોડશે. જોકે બોરીવલી જતી કેટલીક ટ્રેનો ગોરેગાંવ સ્ટેશન સુધી જ દોડશે. બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Bombay High Court: શું ટૂંકા કપડા પહેરીને નાચતી મહિલાઓ અશ્લીલ છે? હાઈકોર્ટએ આપ્યો આ મહત્વપૂર્ણ ચુકાદો.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં.
ઉપરોક્ત બ્લોક્સ વિશે વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર્સ પાસે ઉપલબ્ધ છે.