News Continuous Bureau | Mumbai
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે એક કેસમાં કહ્યું હતું કે ટૂંકા કપડામાં ( short clothes ) નાચતી ( Dancing ) મહિલાઓને ( Women ) અશ્લીલતા ( Obscenity ) કહી શકાય નહીં. કોર્ટે કહ્યું કે આ કોઈ અનૈતિક કૃત્ય નથી. તેનાથી કોઈને પણ કોઈ સમસ્યા ન થવી જોઈએ. કોર્ટે આઈપીસીની કલમ ( IPC Section ) 294 હેઠળ 5 લોકો સામે નોંધાયેલ કેસને રદ કર્યો હતો.
જસ્ટિસ વિનય જોશી અને વાલ્મિકી મેનેજીસની બેન્ચે આ કેસની સુનાવણી ( case Hearing ) કરતા કહ્યું હતું ‘અમારું માનવું છે કે આરોપી નંબર 13 થી 18 (મહિલા નર્તકો) ના ટૂંકા સ્કર્ટ પહેરીને, ઉશ્કેરણીજનક ડાન્સ કરવા અથવા હાવભાવ કરવા જે પોલીસ અધિકારીઓ દ્વારા અશ્લીલ માનવામાં આવતા હતા તેને અશ્લીલ કહી શકાય નહીં.’.
હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, અમે આ મામલે પ્રગતિશીલ દ્રષ્ટિકોણ અપનાવવાનું પસંદ કરીએ છીએ અને આવો નિર્ણય પોલીસ અધિકારીઓના હાથમાં છોડવા તૈયાર નથી. આરોપી મહિલાઓ કે જેઓ કથિત રીતે ટૂંકા સ્કર્ટ પહેરીને ઉશ્કેરણીજનક રીતે ડાન્સ કરી રહી હતી અથવા ‘અશ્લીલ’ ઈશારાઓ કરી રહી હતી તેને અશ્લીલ કૃત્ય કહી શકાય નહીં.
આ સમાચાર પણ વાંચો : Operation Ajay: ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે 212 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી પ્રથમ ફ્લાઈટ, હજુ હજારો ભારતીયો છે ફસાયેલા..
શું છે આ મામલો..
જો કે, બેન્ચે એમ પણ કહ્યું કે અમે ભારતીય સમાજના વર્તમાન ધોરણોથી વાકેફ છીએ પરંતુ આજના સમયમાં આવા કપડાં પહેરવા સામાન્ય અને સ્વીકાર્ય બની ગયા છે. કોર્ટે કહ્યું,કોર્ટે કહ્યું કે આ પ્રકારનો પોશાક ઘણીવાર ફિલ્મો અથવા સૌંદર્ય સ્પર્ધાઓમાં જોવા મળે છે. તેથી આ મામલામાં IPCની કલમ 294 લાગુ પડતી નથી.
મુંબઈ પોલીસે એક રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો. અહીં 6 મહિલાઓ કથિત રીતે શોર્ટ સ્કર્ટ પહેરીને ડાન્સ કરી રહી હતી. અને ત્યાં આવેલા લોકો તેના પર પૈસા ખર્ચી રહ્યા હતા. પોલીસે મહિલા અને પુરૂષો સામે ગુનો નોંધ્યો હતો. સુનાવણી બાદ કોર્ટે 5 શખ્સો સામેની FIR રદ કરી છે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે જો આ કૃત્ય જાહેર સ્થળે કરવામાં આવ્યું હોય તો કલમ 294 લગાવી શકાય છે. પબ એક જાહેર સ્થળ હોવા છતાં, ત્યાં હાજર કોઈપણ વ્યક્તિને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. તેથી આ અનૈતિક કૃત્ય ગણી શકાતું નથી…