News Continuous Bureau | Mumbai
Express Train: રેલ પ્રશાસન ( Railway Administration ) દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ( Ahmedabad-Gorakhpur Express ) ભટની સ્ટેશન ( Bhatni Station ) ઉપર તથા ટ્રેન નંબર 11463/11464 સોમનાથ-જબલપુર એક્સપ્રેસને ( Somnath-Jabalpur Express ) સાલીચૌકા રોડ સ્ટેશન ( Salichauka Road Station ) ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ ( Halt ) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ
- ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ નો 14 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 15.52/15.54 કલાક રહેશે તથા ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ નો 15 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 22.54/22.56 કલાક રહેશે.
- ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 16.03/16.04 કલાક રહેશે તથા ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ નો સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 10.39/10.40 કલાક રહેશે.
ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Fight : મુંબઈ લોકલમાં મુસાફરો વચ્ચે ઝપાઝપી, મુસાફરે ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારવાનો કર્યો પ્રયાસ! જુઓ વાયરલ વિડીયો