Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

ટ્રેન સંખ્યા 09424/09423 અમદાવાદ – મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ [8 ફેરા]

by Akash Rajbhar
Western Railway Ahmedabad–Mangaluru Weekly Special Train 0942409423 Holi 2026

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે હોળી ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને મંગળુરુ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 09424/09423 અમદાવાદ – મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ [8 ફેરા]

ટ્રેન સંખ્યા 09424 અમદાવાદ-મંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 27 ફેબ્રુઆરી અને 06,13,20 માર્ચ 2026 (શુક્રવાર)ના રોજ અમદાવાદથી 16.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 20.00 કલાકે મંગલુરુ પહોંચશે. તે જ રીતે ટ્રેન સંખ્યા 09423 મંગલુરુ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 28 ફેબ્રુઆરી અને 07,14,21 માર્ચ 2026 (શનિવાર)ના રોજ મંગલુરુથી 22.30 કલાકે પ્રસ્થાન કરશે અને સોમવારે 02.15 કલાકે અમદાવાદ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Borivali Police Trap: બોરીવલી પોલીસનું હાઈવોલ્ટેજ ડ્રામા જેવું ઓપરેશન: લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ₹૩૦ લાખની ખંડણી માંગનારા ૪ ઝડપાયા; પોલીસ પોતે જ્વેલર બની આરોપીઓને દબોચ્યા.

આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુણ, સાવરડા, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કણકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવિમ, કરમાલી, મડગાંવ, કાણકોણ, કારવાર, અંકોલા, ગોકર્ણ રોડ, કુમટા, મુર્દેશ્વર, ભટકલ, મૂકામ્બિકા રોડ બૈંદૂર, કુંઢાપુરા, ઉડુપી, મુલ્કી અને સુરતકલ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

ટ્રેન સંખ્યા 09424 નું બુકિંગ બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસી ટીસી વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સમય,સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, પ્રવાસીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને આવલોકન કરી શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More