Today’s Horoscope : આજે 16 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજે 16 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Akash Rajbhar
todays horoscope 16th october 2023 horoscope

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૧૬ ઓક્ટોબર ૨૦૨૩, સોમવાર

“તિથિ” – આસો સુદ બીજ

“દિન મહીમા”

ચંદ્રદર્શન, મુ.૧૫ મહર્ધ, યમઘંટ યોગ ૦૯:૩૫થી, નોરતું-૨, વિશ્વ અન્નદિન, સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ-બદ્રીનાથ ધામ

“સુર્યોદય” – ૬.૩૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૮.૦૧ થી ૯.૨૯

“ચંદ્ર” – તુલા
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.

“નક્ષત્ર” – સ્વાતી, વિશાખા (૧૯.૩૪)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૪ – ૮.૦૧
શુભઃ ૯.૨૯ – ૧૦.૫૬
ચલઃ ૧૩.૫૧ – ૧૫.૧૯
લાભઃ ૧૫.૧૯ – ૧૬.૪૭
અમૃતઃ ૧૬.૪૭ – ૧૮.૧૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૧૪ – ૧૯.૪૭
લાભઃ ૨૨.૫૨ – ૨૪.૨૪
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૨૯
અમૃતઃ ૨૭.૨૯ – ૨૯.૦૨
ચલઃ ૨૯.૦૨ – ૩૦.૩૪

આ સમાચાર પણ વાંચો : Mumbai News: મુંબઈમાં પુનઃવિકાસના કામને મળ્યુ વેગ, મળશે લઘુત્તમ 300 ચોરસ ફૂટનું ઘર; જાણો શું છે આ નવી પોલિસી.. વાંચો વિગતે અહીં..

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

“કર્કઃ”(ડ,હ)-
જમીન-મકાન-વાહન સુખ સારું રહે, આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય, સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

“મકરઃ”(ખ,જ)-
વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More