Gujarat : ગુજરાતમાં ‘Large Scale Testing of Cell Broadcast’ અંતગર્ત લોકોના મોબાઇલમાં કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ મોકલાશે

Gujarat : નાગરિકોના મોબાઇલમાં કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ આવશે તેનાથી કોઈએ ગભરાવાની- ચિંતિત થવાની જરૂર નથી

by Janvi Jagda
In Gujarat, 'Large Scale Testing of Cell Broadcast' will be sent to the mobile phones of the people involved in natural calamities.

News Continuous Bureau | Mumbai 

Gujarat  : સમગ્ર રાજ્યમાં આજે રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘Large Scale Testing of Cell Broadcast'(LSTCB) થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી(Natural Disasters) આપત્તિની મહત્વપૂર્ણ માહિતી(information) મોકલવા માટેની સુવિધા છે. હવામાનની(weather) વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે.આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે.
“આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ” છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.
———

“TESTING MESSAGE sent through Cell Broadcasting System by Department of Telecommunication, Government of India. Please ignore this message as no action is required from your end. This message has been sent to test Pan-India Emergency Alert System being implemented by National Disaster Management Authority. It aims to enhance public safety and provide timely alerts during emergencies. “
——————

“यह भारत सरकार के दूरसंचार विभाग द्वारा सेल ब्रॉडकास्टिंग सिस्टम के माध्यम से भेजा गया एक नमूना परीक्षण संदेश है। कृपया इस संदेश पर ध्यान न दें क्योंकि इस पर आपकी ओर से किसी कार्रवाई की आवश्यकता नहीं है। यह संदेश राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण द्वारा कार्यान्वित किए जा रहे अखिल भारतीय आपात अलर्ट सिस्टम को जांचने हेतु भेजा गया है। इस सिस्टम का उद्देश्य सार्वजनिक सुरक्षा बढ़ाना और आपात स्थिति के दौरान समय पर अलर्ट प्रदान करना है।“

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 16 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More