L&T Finance Holdings Limited: એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 595 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 46 ટકા વધ્યો

L&T Finance Holdings Limited: લક્ષ્ય 2026 લક્ષ્યોને સમય પહેલા હાંસલ કરીને ફિનટેક@સ્કેલમાં રૂપાંતરિત કર્યું; પ્લેનેટ એપ 60 લાખને પાર કરી ગઈ છે

by Hiral Meria
L&T Finance Holdings Limited for the second quarter of the financial year 2023-24 Rs. 595 crore in net profit, up 46 percent year-on-year

News Continuous Bureau | Mumbai 

L&T Finance Holdings Limited: રૂ. 13,499 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક રિટેલ ( Quarterly retail ) વિતરણ ( distribution  ) હાંસલ કર્યુ, વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો. મજબૂત બિઝનેસ મોડલ, તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ અને ઉત્કૃષ્ટ ડિજિટલ અને ડેટા એનાલિટિક્સના પગલે વૃદ્ધિ હાંસલ થઈ 

રિટેલ પોર્ટફોલિયો મિક્સ હવે કુલ લોન બુકના 88 ટકા છે; 80 ટકાથી વધુ રિટેલાઇઝેશન ( Retailization ) હાંસલ કરવાના લક્ષ્ય 2026ના ધ્યેયથી આગળ વધવાનું ચાલુ રાખ્યું

હોલસેલ બુકમાં સતત ઘટાડો ચાલુ, વાર્ષિક ધોરણે 76 ટકાનો મોટો ઘટાડો એટલે કે રૂ. 28,740 કરોડનો ઘટાડો જે ટોચની, રિટેલ ફાઇનાન્સ કંપની બનવા તરફનું મોમેન્ટમ મેળવવા તરફ દોરી જાય છે

PLANET એપ 60 લાખ ડાઉનલોડને વટાવી ગઈ; ફિનટેક@સ્કેલ બનવા તરફ ડિજિટલ ટેક્નોલોજી ( Digital technology ) સાથે આગેકૂચ 

સંસ્થાઓના સૂચિત મર્જર માટે એનસીએલટી ( NCLT ) મંજૂરીઓ મેળવી; સિંગલ લેન્ડિંગ એન્ટિટી બનાવવાની નજીક એક પગલું 

અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) માંની એક અને ગ્રાહક-કેન્દ્રિત, ઉચ્ચ-વર્ગની, ડિજિટલી-સક્ષમ રિટેલ એનબીએફસી બનવા તરફ તેની સફરને વેગ આપી રહેલી એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (એલટીએફએચ) 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 595 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 46 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

કંપનીએ કુલ લોન બુકના 88 ટકા રિટેલ લોન પોર્ટફોલિયો મિશ્રણ પણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026 ધ્યેય હેઠળ નિર્ધારિત 80 ટકા રિટેલાઇઝેશન લક્ષ્ય કરતાં વધુ છે. કંપનીએ લગભગ 3 વર્ષ અગાઉ લક્ષ્ય 2026ના મોટા ભાગના લક્ષ્યો હાંસલ કર્યા છે. 

કંપનીની કસ્ટમર ફેસિંગ એપ્લિકેશન – PLANET એપ્લિકેશન, જે નાણાંકીય વર્ષ 2021-2022ના ચોથા ક્વાર્ટરમાં સોફ્ટ લોન્ચ કરવામાં આવી હતી, તે તેના ગ્રાહકો માટે એક શક્તિશાળી ડિજિટલ ચેનલ તરીકે ઊભરી આવી છે અને તેણે 60 લાખ ડાઉનલોડ્સને વટાવી દીધા છે.

30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક રિટેલ વિતરણ રૂ. 13,499 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 32 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રિટેલ ફાઇનાન્સમાં એલટીએફએચ દ્વારા આ ત્રિમાસિક વિતરણ આરંભથી અત્યાર સુધીનું સૌથી વધુ છે અને તમામ રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ દ્વારા પ્રેરિત છે. રિટેલ બુક હવે રૂ. 69,417 કરોડ છે, જે સપ્ટેમ્બર 30, 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરની સરખામણીમાં 33 ટકા વધારે છે. 

ત્રિમાસિક ગાળા દરમિયાન, એલટીએફએચે એ તેની હોલસેલ બુક ઝડપથી ઘટાડવાની વ્યૂહરચના સાથે ચાલુ રાખ્યું હતું. લક્ષ્ય 2026ના ધ્યેયોને વેગ મળ્યો હતો અને એલટીએફએચને રિટેલ ફિનટેક@સ્કેલમાં રૂપાંતરિત કરવા સાથે હોલસેલ બુકમાં વાર્ષિક ધોરણે 76 ટકાનો ઘટાડો થઈ તે રૂ. 38,058 કરોડથી રૂ. 9,318 કરોડ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  Elon Musk: એલોન મસ્કે વિકિપીડિયાને 1 અબજ ડોલરની ઓફર કરી, કહ્યું- એક વર્ષ સુધી કરવું પડશે આ કામ..

નાણાંકીય પરિણામો પર ટિપ્પણી કરતા, એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દીનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, “અમારા મોટા ભાગના લક્ષ્ય 2026 ધ્યેયો હાંસલ કર્યા પછી, મને એ જાહેર કરતાં ઘણો આનંદ થાય છે કે અમે એક ટોચની રિટેલ ફાઇનાન્સ કંપનીમાં રૂપાંતરિત થવાનો માર્ગ ચાલુ રાખ્યો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન, એલટીએફએચ ન કેવળ 88 ટકાના રિટેલ પોર્ટફોલિયો મિક્સ સુધી પહોંચી હતી, પરંતુ વાર્ષિક ધોરણે 32 ટકાની વૃદ્ધિ નોંધાવતા રૂ. 13,499 કરોડનું સૌથી વધુ ત્રિમાસિક રિટેલ વિતરણ પણ હાંસલ કર્યું હતું. આ સિદ્ધિ એક તરફ રિટેલ એસેટ બુકને મજબૂત રીતે વધારવાની અને બીજી બાજુ હોલસેલ બુકમાં તીવ્ર ઘટાડો સુનિશ્ચિત કરવાની બે વ્યૂહરચનાને આભારી છે, જ્યારે શ્રેષ્ઠતમ એસેટ ગુણવત્તા જાળવી રાખી છે.”

“ફિનટેક ફ્રન્ટ પર, અમારી કસ્ટમર ફેસિંગ એપ્લિકેશન PLANET આજની તારીખ સુધીમાં 60 લાખ ડાઉનલોડ્સ વટાવી ચૂકી છે અને અમારા ગ્રાહકોને તેમની મોટાભાગની આવશ્યકતાઓને પૂરી કરવા માટે ઉત્તેજક સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત વિકસિત થઈ રહી છે.”

“આગળ જઈને, અમે 5 મુખ્ય સ્તંભો જેમ કે વિસ્તૃત ગ્રાહક સંપાદન, ક્રેડિટ અન્ડરરાઈટીંગને શાર્પ કરીને, ફ્યુચરિસ્ટિક ડિજિટલ આર્કિટેક્ચરનો અમલ કરીને, વધુ બ્રાન્ડ વિઝિબિલિટી અને ક્ષમતા નિર્માણ પર કેન્દ્રિત ફોકસ દ્વારા લક્ષ્ય ધ્યેયોને ટકાઉ રીતે હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું. એલટીએફએચ ખાતે, અમે દ્રઢપણે માનીએ છીએ કે રિટેલ સેગમેન્ટ આશાસ્પદ તકો ધરાવે છે અને અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયો, કસ્ટમર ટચપોઇન્ટ્સ, ક્ષમતા વૃદ્ધિ અને બિઝનેસ કરવા માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને આ વૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખીશું. અમે અમારી વૃદ્ધિની ગતિ જાળવી રાખીશું અને ગ્રાહક-કેન્દ્રિત અને ટકાઉ ફિનટેક@સ્કેલ બનાવવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું. કંપની કસ્ટમર વેલ્યુ પ્રપોઝિશન તરીકે ડિજિટલ ફાઇનાન્સ ડિલિવરી વિકસાવવાનું ચાલુ રાખશે અને આ પ્રકારે અમારા ડિજિટલ ઓફરિંગ દ્વારા ગ્રાહક ઇકોસિસ્ટમના દરેક ભાગને સ્પર્શ કરશે.”

મુખ્ય બાબતો:

 ગ્રામીણ જૂથ લોન અને માઇક્રો ફાઇનાન્સે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 5,740 કરોડ સાથે તેની અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક વિતરણ નોંધાવ્યું છે, જે વાર્ષિક ધોરણે 30 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિને જુલાઈ અને ઓગસ્ટ 2023 મહિનામાં રૂ. 1,900 કરોડથી વધુના મજબૂત વિતરણ રન રેટ દ્વારા સહાય મળી હતી, જેમાં દક્ષિણના રાજ્યોના યોગદાનમાં વધારો જોવા મળ્યો હતો. વધુમાં, વિન્ટેજ દેવાદારોના નોંધપાત્ર હિસ્સા સાથે ગ્રાહકની જાળવણીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેણે સેગમેન્ટની વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપ્યું હતું. બુક્સની વાત કરીએ તો, તેમાં વાર્ષિક ધોરણે 37 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં તે રૂ. 15,840 કરોડની સામે રૂ. 21,672 કરોડ હતી.

30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટર દરમિયાન ફાર્મ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સની વહેંચણીમાં 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં રૂ. 1,304 કરોડની સામે 18 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 1,534 કરોડ પર રહી હતી. એનાલિટિક્સની આગેવાની હેઠળના ડીલર સંબંધોના પગલે તથા તેના લીધે ટોચના ડીલરોના ઊંચા કાઉન્ટર શેર તથા ટોપ અપ પ્રોડક્ટ્સ થકી ફોકસ્ડ કસ્ટમર રિટેન્શનના લીધે બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળી હતી. વધુમાં, વિતરણમાં વાર્ષિક ધોરણે 15 ટકા વૃદ્ધિ નવા ટ્રેક્ટર સેગમેન્ટ તરફ નોંધવામાં આવી હતી અને કિસાન સુવિધા દ્વારા ગ્રાહકોની જાળવણીમાં વધારો થયો હતો. આ એક ટોપ-અપ અને રિફાઇનાન્સ પ્રોડક્ટ છે જેણે વિતરણમાં 25 ટકા યોગદાન આપ્યું હતું. 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં બુક સાઇઝ વાર્ષિક ધોરણે 13 ટકાના વધારા સાથે રૂ. 13,351 કરોડ રહી છે જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં રૂ. 11,865 કરોડ હતી. 

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War : ઈઝરાયેલના સમર્થનમાં પશ્ચિમી દેશો થયા એક, હવે આ 3 દેશના નેતા તેલ અવીવ પહોંચશે

30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ટુ-વ્હીલર ફાઇનાન્સના વિતરણમાં 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં રૂ. 1,721 કરોડની સામે રૂ. 1,817 કરોડ પર 6 ટકાની વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીએ નવી પહેલો દ્વારા ડીલરશીપનું મજબૂત નેટવર્ક બનાવવા સાથે એનાલિટિક્સ આધારિત ડીલર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે. ક્વાર્ટર દરમિયાન એલટીએફે 7,350 ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)ને ધિરાણ આપ્યું હતું અને ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)ની ખરીદી પર લોન-ટુ-વેલ્યુના 100 ટકા સુધી ધિરાણ કરવા માટે એથર એનર્જી સાથે ભાગીદારી કરી હતી. 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં બુક સાઇઝ રૂ. 8,093 કરોડ હતી જે વાર્ષિક ધોરણે 18 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 9,518 કરોડની નોંધાઈ છે.

પોર્ટફોલિયો ક્વોલિટી સુરક્ષિત રાખવા સાથે પર્સનલ લોન સેગમેન્ટમાં વધારો જળવાઈ રહ્યો છે. 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં રૂ. 1,308 કરોડનું વિતરણ (ત્રિમાસિક ધોરણે 13 ટકાનો વધારો) જોવાયું છે. ક્વાર્ટર દરમિયાન, બુક સાઇઝ રૂ. 6,481 કરોડ સુધી પહોંચી ગઈ હતી અને હાલના ગ્રાહક ડેટાબેઝનો લાભ ઉઠાવીને અને ઈ-એગ્રીગેટર ચેનલને વધારવામાં સમગ્ર ધ્યાન પ્રવાસની પુનઃકલ્પના પર મૂકવામાં આવ્યું હતું. 

હોમ લોન અને લોન્સ અગેઇન્સ્ટ પ્રોપર્ટી (એલએપી)ના વિતરણે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં સતત વૃદ્ધિ દર્શાવી હતી, જેમાં હોમ લોન વિતરણ 34 ટકાની વાર્ષિક વૃદ્ધિ રૂ. 1,356 કરોડ રહી હતી જેની સામે તે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,013 કરોડ હતી. 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં એલએપી વિતરણ રૂ. 104 કરોડની સામે રૂ. 378 કરોડના વિતરણ પર રહ્યું હતું. બુક સાઇઝમાં હોમ લોન વાર્ષિક ધોરણે 34 ટકા વધીને રૂ. 9,105 કરોડની સામે રૂ. 12,216 કરોડ રહી હતી જ્યારે એલએપી બિઝનેસ માટે તેમાં વાર્ષિક ધોરણે 14 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં રૂ. 2,665 કરોડની સામે રૂ. 3,038 કરોડ રહી હતી. 

એસએમઈ લોન્સે પણ 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 872 કરોડની વહેંચણી સાથે મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 201 કરોડ હતી. ત્રિમાસિક ગાળા દરમિયાન ભૌગોલિક હાજરીમાં વધારો અને ડિજિટાઈઝેશન તથા ચેનલના વિસ્તરણ તરફના સંયુક્ત પ્રયાસોના લીધે બુક સાઇઝ રૂ. 2,413 કરોડે પહોંચી હતી. 

કંપનીએ ઉચ્ચ ઓન-ગ્રાઉન્ડ પ્રયત્નો, ડિજિટલ પહેલ અને ડેટા એનાલિટિક્સ-આધારિત સંસાધન ફાળવણી દ્વારા રિટેલ વ્યવસાયોમાં મજબૂત કલેક્શન કાર્યક્ષમતા જાળવી રાખી છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More