પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: પુત્રવધુઓ ડોસાની સેવા કરવા લાગી. મિત્રે કહ્યું હતું કે મરતાં સુધી કોઈને ચાવી આપીશ નહિ. ડોસો કોઇને ચાવી
આપતો નથી. એક દિવસ ડોસાએ શરીર છોડી દીધું.
લોકો કહે છે:-બાપા ત્રણ પેઢી જોઈને ગયા છે. ઉત્તરક્રિયા આદિમાં જરાય સંકોચ કરશો નહીં.
છોકરાઓએ ખૂબ વાપર્યું. વિચારેલું કે બધા જાય પછી પેટી ખોલશું. બધા ગયા પછી પેટી ખોલી. જુએ છે તો પથરા.
જગત આવું સ્વાર્થી છે.
સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહીં સબ પ્રીતિ ।
શુક્રાચાર્ય ( Shukracharya ) બલિરાજાને ( Baliraja ) કહે છે:-તેના ત્રણ પગલાં જેટલી-પૃથ્વીનું દાન કરીશ તો તારા સર્વસ્વનો વિનાશ થશે. માટે સાવધાન કરું છું.
બલિરાજા કહે છે:-એકવાર મેં વચન આપી દીધું છે. હવે ના પાડું તો અસત્ય બોલવાનું પાપ લાગશે.
સ્ત્રીષુ નર્મવિવાહે ચ વૃત્ત્યર્થે પ્રાણસઙ્કટે ।
ગોબ્રાહ્મણાર્થે હિંસાયાં નાનૃતં સ્યાજ્જુગુપ્સિતમ્ ।।
શુક્રાચાર્ય કહે છે:-વિપિત્તિના સમયે અસત્ય બોલો તો તે ક્ષમ્ય છે. સત્ય બોલવું, એ ધર્મ છે. અસત્ય બોલવું એ ધર્મ છે
એમ કહ્યું નથી. ક્ષમ્ય છે. સ્તુત્ય નથી.
ચાર પ્રસંગોએ અસત્ય બોલો તો તે ક્ષમ્ય છે:-(૧) કોઇના વિવાહ વખતે. કોઈના વિવાહ થતા હોય ત્યારે અસત્ય
બોલાય તો તે અસત્ય ક્ષમ્ય છે. (૨)સ્ત્રીઓને વાત કહેવાના પ્રસંગે. કારણ મહાભારતમાં લખ્યું છે કે ન તુ ગુપ્ત ધારયતિ ।
સ્ત્રીઓને શાપ છે કે સ્ત્રીઓ કાંઈ ખાનગી રાખી શકશે નહીં. (૩) પ્રાણ સંકટે, સત્ય બોલવાથી કોઈ જીવની હિંસા થતી હોય ત્યારે.
(૪) ગાય-બ્રાહ્મણના રક્ષણ માટે.
રાજા, તારે માથે પ્રાણસંકટ છે. તું ફરી જા. બ્રાહ્મણને ( Brahmin ) ચોખ્ખી ના પાડી દે. આવા વખતે વચનભંગ થાય તો વાંધો નહિ.
બલિરાજા બોલ્યા:-ગુરુજી! આપે સુંદર ઉપદેશ આપ્યો. પણુ હું તો વૈષ્ણવ છું, હું માનતો હતો કે આ કોઇ બ્રાહ્મણનો
છોકરો આવેલો છે. પરંતુ હવે જ્યારે જાણ્યું કે પરમાત્મા સાક્ષાત્ મારી પાસે માંગવા આવ્યા છે, તો મારા નારાયણને ( Narayan ) હું મારું
સર્વસ્વ અર્પણ કરીશ. હું મારા વચનનો ભંગ કરીશ નહીં. સેવા કરતી વખતે અમે ઠાકોરજીના ( Thakorji ) ચરણમાં સર્વસ્વ અર્પણ કરીએ છીએ.
આત્મનાસહ સમર્પયાપિ. આપે કહ્યું, સાક્ષાત્ વિષ્ણુ ભગવાન ( Lord Vishnu ) આવ્યા છે. મારા ઇષ્ટદેવ વિષ્ણુ છે. મારે ત્યાં દાન લેવા માટે બાળક બનીને આવ્યા છે. હું મારું સર્વસ્વ બટુકના ચરણમાં અર્પણ કરીશ. દાન આપનાર મોટો ગણાય છે. દાન લેનાર નહીં. જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે.
શુક્રાચાર્ય સમજાવે છે:-ત્રીજો પગ મૂકવા જગ્યા રહે નહીં એટલે તારે નરકમાં જવું પડશે.
બલિરાજા ઉત્તર આપે છે:-નરકની મને બીક નથી. પુણ્ય કર્યા પછી નરકમાં જાય એ ખોટું છે પણ પરમાત્માને સર્વસ્વ
અર્પણ કર્યા પછી નરકમાં જવું પડે તો શું વાંધો છે?
સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ થાય પછી, ગમે તેટલાં વિઘ્ન આવે તો પણ મનને શાંતિ મળે છે.
આ લોકમાં અને પરલોકમાં સુખી થવું હોય તો પૈસાનો વિવેકથી ઉપયોગ કરવો. પૈસાનો સદુપયોગ ન થાય તો મરતા
સુધી શાંતિ મળતી નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૩
હું પ્રહલાદના ( Prahlad ) વંશનો છું. હું વૈષ્ણવ છું. અમે વૈષ્ણવો ( Vaishnavas ) ગળામાં ઠાકોરજીની કંઠી ધારણ કરીએ છીએ. અમે ઠાકોરજીને સર્વસ્વ અર્પણ કરીએ છીએ. આજે સર્વસ્વનું દાન કરીશ. દાન આપ્યા પછી નરકમાં જવું પડે તો પણ વાંધો નહિ. હું પાપ કર્યા
પછી નરકમાં જવાનો નથી. પણ દાન કર્યા પછી જઈશ. હું ભગવાનનો થઈશ. ભગવાનનો થયા પછી નરકમાં જવું પડે, તો વાંધો
નહિ. બ્રહ્મસંબંધ થયા પછી નરકમાં જવું પડશે, તો મારા ભગવાનને મારી સાથે આવવું પડશે.
બ્રાહ્મણને જયારે દાન આપવામાં આવે છે, ત્યારે તેના શરીરમાં વિષ્ણુનું આવાહન કરવામાં આવે છે. જયારે આ તો
સાક્ષાત્ મહાવિષ્ણુ મારે ત્યાં આવ્યા છે. ગુરુજી હું સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરીશ. જીવ દગો દે છે, પણ અણીના વખતે પ્રભુ
દોડતા આવે છે. હું ભગવાનનો થઇશ. ભગવાન મારા થશે. તે પછી હું નરકમાં જઇશ, તો ત્યાં પણ ભગવાનને આવવું પડશે. હું
જયાં જાઉ ત્યાં ભગવાન આવશે.
તુકારામે ( Tukaram ) કહ્યું છે:-ગર્ભવાસ થાય કે નર્કવાસ થાય. પરંતુ જો મારો વિઠ્ઠલ મારી સાથે હોય તો હું ગમે ત્યાં જવા તૈયાર છું.
તુકારામ ગર્ભવાસ માંગે છે કારણ તેમને ખાત્રી છે.
તુકા મ્હણે ગર્ભવાસી સુખે ઘાલાવે આમ્હાસી હું જ્યાં જઇશ ત્યાં વિઠ્ઠલનાથ મારી સાથે આવશે.
ગુરુજી દરેક સત્કર્મ વખતે આપ સંકલ્પ કરાવો છો.
અનેન કર્મણા ભગવાન પરમેશ્ર્વર: પ્રિયતામ્ ન મમ ।
અંતે બધું ફળ શ્રીકૃષ્ણાર્પણ કરાવો છો. તે શ્રીકૃષ્ણ આજે માંગવા આવ્યા છે, તો હું કેમ ના પાડું? આપ સંકલ્પ કરાવો.
કૃપા કરી મને દાનનો સંકલ્પ કરાવો. મારા ભગવાનને હું સર્વસ્વ અર્પણ કરીશ.