News Continuous Bureau | Mumbai
Amreli : રાજ્યમાં હાર્ટએટેક (Heart Attack) થી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 2 લોકોના મોત થયા છે. એક સમયે કોરોના (Corona)અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી. ત્યારે વર્તમાનમાં હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
અમરેલીની ( Amreli ) શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં (Shantaba Gajera Vidya School ) ચાલી રહેલી ઘોરણ નવની પરીક્ષા દરમિયાન વિદ્યાથનીનું ( Vidyathani ) ચાલુ પરીક્ષા એ ઢળી પડતા મોત ( Dead ) નિપજતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
ચાલુ પરીક્ષામાં આવ્યો હાર્ટ અટેક..
અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ઘોરણ નવની પરીક્ષા ચાલી રહી છે ધોરણ-9માં અભ્યાસ કરતી સાક્ષી હરેશભાઇ રોજાસરા રહે વિછીયા તાલુકો જસદણ નામની વિદ્યાથની ઘોરણ નવની પરીક્ષા આપવા પહોંચી હતી. સાક્ષી રોજાસરા પરીક્ષાખંડમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે જ તે અચાનક ઢળી પડી હતી. શાળાના સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાથનીના મોતને પગલે પરીવારમાં શોકનો માહોલ છવાયો હતો. અમરેલી સિવિલ હોસ્પિટલના ડોકટરના કહેવા પ્રમાણે આ વિઘાથીનું મોત હાર્ટએટેક થયુ છે કે પછી અન્ય કોઈ કારણસર જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે.
આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપ જીતવા માટે સિક્સર નો સહારો…. દક્ષિણ આફ્રિકાની આ સ્ટેટજી ભારત માટે ખતરનાક… વાંચો વિગતે અહીં..