289
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે સીવી રામનનો જન્મ દિવસ છે, તેઓએ વિજ્ઞાન ક્ષેત્રમાં કરેલા સંશોધનનો આજે પણ પ્રયોગ કરવામાં આવે છે.આવો તેમના જીવન વિશે ટૂંકમાં માહિતી મેળવીએ…
સીવી રામન એટલે કે ચંદ્રશેખરન વેંકટ રામન(Chandrasekaran Venkat Raman)નો જન્મ 7 નવેમ્બર 1888ના રોજ તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સી તામિલનાડુમાં થયો હતો. તેમના પિતા ગણિત અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતાં. સી.વી. રામને મદ્રાસની તત્કાલીન પ્રેસિડેન્સી કોલેજમાંથી બી.એ કર્યું અને 1905માં ગણિતમાં પ્રથમ વર્ગમાં પાસ થનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતાં. આ કોલેજમાં જ એમએમાં પ્રવેશ લીધો અને મુખ્ય વિષય તરીકે ભૌતિકશાસ્ત્ર(Physics)ની પસંદગી કરી.
જ્યારે વિજ્ઞાનક્ષેત્ર(Science field)માં આગળ વધવાની કોઈ સુવિધા ન મળી ત્યારે સી.વી. રામન સરકારી નોકરી તરફ વળ્યાં. તેમણે ભારત સરકારના નાણાં વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો અને પ્રથમ આવ્યાં. આ પછી 1907માં કોલકાતામાં સહાયક એકાઉન્ટન્ટ જનરલ તરીકે કામ કર્યું. જો કે, તે વિજ્ઞાનપ્રેમી તો રહ્યાં જ અને અહીં પણ તેમણે ભારતીય કૃષિ વિજ્ઞાન અને કોલકાતા યુનિવર્સિટીની પ્રયોગશાળાઓમાં સંશોધન કરવાનું ચાલુ રાખ્યું હતું.
સી વી રામને પ્રકાશ વિકિરણના ક્ષેત્રે અતુલ્ય યોગદાન આપ્યું. જેમાં થીયરી આપી કે જ્યારે પ્રકાશ પારદર્શક સામગ્રીમાંથી પસાર થાય છે, ત્યારે તે સમય દરમિયાન પ્રકાશની તરંગ લંબાઇ બદલાય છે. આ શોધને રામન ઇફેક્ટ(Raman Effect) નામ અપાયું છે. સર સી.વી. રામને પ્રકાશ ક્ષેત્રે તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ 1930માં નોબલ પુરસ્કાર એનાયત કરાયો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય છે. સીવી રામનને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. તેમને વર્ષ 1929માં નાઈટહૂડ, વર્ષ 1954માં ભારત રત્ન(Bharat Ratna) અને વર્ષ 1957માં લેનિન શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
માત્ર રામન પ્રભાવ માટે 1954માં તેમને સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યાં હતાં. 1970માં 82 વર્ષની વયે સી.વી. રામન(CV Raman)નું અવસાન થયું હતું.
આ સમાચાર પણ વાંચોઃ National Cancer Awareness Day: આજના દિવસે કેમ ઉજવવામાં આવે છે કેન્સર જાગૃતિ દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ