News Continuous Bureau | Mumbai
Israel Hamas War: ગાઝા ( Gaza ) માં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલા ( Hamas attacks ) પછી ગાઝા યુદ્ધનું મેદાન બની ગયુ છે. જ્યા હમાસના હુમલા પછી ઇઝરાયેલ હુમલા કરી રહ્યું છે અને આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી રહ્યું છે. હમાસ વિરૂદ્ધ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલને અચાનક એક લાખ ભારતીય મજૂરો ( Indian Worker ) ની જરૂર પડી છે. ઇઝરાયેલ ભારતમાંથી 1 લાખ મજૂરો લઇ જવા માંગે છે. ઇઝરાયેલી બિલ્ડર્સ એસોસિએશને ઇઝરાયેલની બેન્જામિન નેતન્યાહૂ ( Benjamin Netanyahu ) સરકારને 1 લાખ ભારતીય મજૂરોની માંગ કરી છે.
એક રિપોર્ટ અનુસાર ઇઝરાયેલી બિલ્ડર્સ એસોસિએશને ( Israeli Builders Association ) બેન્જામિન નેતન્યાહૂ સરકારને આગ્રહ કર્યો છે કે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સેના અને હમાસ વચ્ચે યુદ્ધ વચ્ચે પોતાની વર્ક પરમિટ ગુમાવી ચુકેલા પેલેસ્ટાઇનીઓની ( Palestinians ) જગ્યા લેવા માટે કંપનીઓને 1 લાખ ભારતીય શ્રમિકોને કામ પર રાખવાની પરવાનગી આપવામાં આવે. ઇઝરાયેલી બિલ્ડર્સ એસોસિએશનના હેમ ફીગ્લિને કહ્યું કે આ મામલે ભારત સાથે વાતચીત કરી રહ્યા છે અને તેને મંજૂરી આપવા માટે ઇઝરાયેલી સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યાં છે.
ભારતીય મજૂરોને લાવવાની વાતચીત…
હેમ ફીગ્લિને કહ્યું કે, અમને આશા છે કે અમે આખા સેક્ટરમાં કામ કરવા માટે ભારતમાંથી 50 હજારથી 1 લાખ કર્મચારીઓને સામેલ કરીશું અને તેને સામાન્ય સ્થિતિમાં લઇ જઇશું. રિપોર્ટની માનીએ તો 90 હજાર પેલેસ્ટાઇની એવા હતા જે યુદ્ધ શરૂ થયા પહેલા ઇઝરાયેલમાં કામ કરતા હતા. જોકે, 7 ઓક્ટોબરે પેલેસ્ટાઇની આતંકી સંગઠન હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી હવે ઇઝરાયેલમાં તેમને કામ કરવાની પરવાનગી નથી, જેને કારણે ઇઝરાયેલના નિર્માણ ઉદ્યોગમાં ભારે મંદી આવી ગઇ છે. આ કારણે ઇઝરાયેલમાં 1 લાખ ભારતીય શ્રમિકોની જરૂર પડી છે.
આ સમાચાર પણ વાંચો : Bihar Caste Census : બિહારમાં માત્ર 7 ટકા લોકો જ ગ્રેજુએટ, જાતિ આધારિત વસ્તી ગણતરીના શૈક્ષણિક-આર્થિક ડેટા થયા જાહેર.. જાણો વિગતે અહીં..
અહીં ધ્યાન આપવાની વાત આ છે કે ભારત અને ઇઝરાયેલે આ વર્ષે મેની શરૂઆતમાં 42 હજાર ભારતીય મજૂરોને નિર્માણ અને નર્સિગના વિસ્તારમાં ઇઝરાયેલમાં કામ કરવાની પરવાનગી માટે એક સમજોતા પર હસ્તાક્ષર કર્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાં વિશ્વની સૌથી મોટી શ્રમિક વસ્તી છે અને હજારો ભારતીય કારીગરો પહેલાથી જ મધ્ય પૂર્વમાં કામ કરી રહ્યાં છે.