News Continuous Bureau | Mumbai
Anushka sharma: ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ ની વર્લ્ડ કપ સેમિફાઇનલ માં ભારત ની જીત થઇ હતી. આ જીત બાદ ભારતે વર્લ્ડ કપ ની ફાઇનલ માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ મેચ માં વિરાટ કોહલી એ તેની ઐતિહાસિક 50મી સદી ફટકારી ને ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંડુલકર નો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલી ની સદી ની અત્યારે ચર્ચા થી રહી છે. હવે વિરાટ ની પત્ની અનુષ્કા એ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે જે હવે વાયરલ થઇ રહી છે.
અનુષ્કા શર્મા ની પોસ્ટ થઇ વાયરલ
પતિ વિરાટની આ ઐતિહાસિક સદી મારવા બદલ અનુષ્કા શર્મા એ પોતાની ખુશી વ્યક્ત કરતા ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું – ‘ભગવાન શ્રેષ્ઠ વાર્તાના લેખક છે. તમારા પ્રેમ માટે હું ખૂબ જ આભારી છું. તમને દિવસેને દિવસે વધુ શક્તિશાળી બનતા અને તમે ઇચ્છો તે બધું પ્રાપ્ત કરતા જોવું ખૂબ જ અદ્ભુત છે. તમે હંમેશા તમારા અને તમારા ક્રિકેટ પ્રત્યે સાચા રહ્યા છો. સાચે જ તમે ભગવાનના સંતાન છો.’

તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા હાલમાં તેની બીજી પ્રેગ્નેન્સી ને લઇ ને ચર્ચામાં છે. જો કે, દંપતીએ હજુ સુધી બીજા બાળક અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.
આ સમાચાર પણ વાંચોઃ IND vs NZ Virat kohli: ભારત વિ ન્યુઝીલેન્ડ ની મેચ શરૂ થતા પહેલા ની વિરાટ કોહલી ની એક ઘટના કેમેરામાં થઇ કેદ, પત્ની અનુષ્કા શર્મા નું રિએક્શન પણ થયું વાયરલ