News Continuous Bureau | Mumbai
Sham kaushal on Katrina kaif towel scene: કેટરીના કેફ અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ ટાઇગર 3 દિવાળી ના અવસર પર રિલીઝ થઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ માં કેટરીના કેફ ના એક્શન સીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને તેના ટુવાલ સીન ખુબ વાયરલ થયો છે.હવે કેટરીના કૈફે જણાવ્યું છે કે તેના સસરા અને લોકપ્રિય સ્ટંટ ડિરેક્ટર શામ કૌશલે ફિલ્મ ‘ટાઈગર 3’માં તેના ટુવાલ એક્શન સીન પર કેવી પ્રતિક્રિયા આપી હતી.
શામ કૌશલે આપી કેટરીના કેફ ના ટુવાલ સીન પર પ્રતિક્રિયા
કેટરિના કૈફે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં ફિલ્મ ‘ટાઈગર 3’માં તેના ટુવાલ સીન પર તેના સસરા શામ કૌશલની પ્રતિક્રિયા વિશે વાત કરી છે. કેટરિના કૈફે કહ્યું, ‘મારા સસરા ખૂબ જ વરિષ્ઠ એક્શન ડિરેક્ટર છે. ફિલ્મમાં મારા એક્શન સીન્સને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોઈને તે ખૂબ જ ખુશ છે. તેને મારા એક્શન સીન પણ ગમ્યા અને કહ્યું કે તે મારા પર ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. તેમના મોઢેથી મારા વખાણ સાંભળવા એ મારા માટે ખાસ છે.’મારા પરિવારના સભ્યો મને ઘણો પ્રેમ અને સપોર્ટ આપી રહ્યા છે. આ બધું મારા માટે ખૂબ જ ખાસ છે. મારા પતિ વિકી કૌશલને પણ ફિલ્મમાં મારો રોલ ગમ્યો.’
તમને જણાવી દઈએ કે ટાઇગર ની બંને ફિલ્મો માં કેટરીના કેફે મુખ્ય ભૂમિકા ભજવી હતી હવે તેને ટાઇગર 3 માં પણ ઝોયા ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં કેટરીના કૈફ ના ઘણા એક્શન સીન્સ છે.
આ સમાચાર પણ વાંચો : Virat kohli and Anushka sharma: મેચ દરમિયાન વિરાટ કોહલી નો અનુષ્કા શર્મા પ્રત્યે નો પત્ની પ્રેમ મળ્યો જોવા, ક્યૂટ મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ, જુઓ વિડીયો
