News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 ની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. આ શો માંથી કેટલાક બોરિંગ સદસ્યો ઘર ની બહાર જતા જોવા મળી રહ્યં છે. તો બીજી તરફ શો ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એ સમાચાર એવા છે કે, આ શો માં ટૂંક સમય માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી જોવા મળશે. અને આ એન્ટ્રી બીજી કોઈની નહિ પરંતુ ડ્રામા ક્વીન રાખી સાવંત ની હશે. આ શો માં તે એકલી નહીં પરંતુ તે તેના પતિ આદિલ ખાન દુર્રાની તેની સાથે બિગ બોસ 17 ના ઘરમાં એન્ટ્રી કરશે.
આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ના નવા પ્રોમો એ વધાર્યો ઉત્સાહ, 11 વર્ષ પછી સાથે જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર ના આ કલાકાર
રાખી સાવંત ની થશે બિગ બોસ ના ઘર માં એન્ટ્રી
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાખી સાવંત ભલે ઘરની અંદર જાય, પરંતુ આ વખતે રાખી એકલી નહીં હોય, તેનો પૂર્વ પતિ આદિલ દુર્રાની તેની સાથે હશે. મેકર્સનો આ નવો ટ્વિસ્ટ શોની ટીઆરપીનું ભવિષ્ય બદલી નાખશે.રાખી સાવંત અને તેના પતિ આદિલ ની એન્ટ્રી થી દર્શકો ને ભરપૂર મનોરંજન મળશે. તમેં જણાવી દઈએ કે, રાખી સાવંત આ શો ના સીઝન વન ની સ્પર્ધક રહી ચુકી છે તેમજ રાખી શો ની સીઝન 15 માં રાખી તેના પતિ રાકેશ સાથે જોવા મળી હતી.