News Continuous Bureau | Mumbai
State fish: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ બેશકિંમતી ઘોલ માછલીને ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ તરીકે જોહેર કરી છે.
અમદાવાદની સાયન્સ સિટી ખાતે યોજાયેલ ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023માં આ જાહેરાત કરાઈ .
આ માછલી વૈજ્ઞાનિક રીતે પ્રોટોનિબિયા ડાયકાન્ચસ તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે કાળા ડાઘાવાળી હોય છે.
ઔષધીય ગુણોનો કારણે આ માછલી પૂર્વ એશિયામાં પ્રતિષ્ઠિત બનેલી છે.
આયોડિન, ઓમેગા-3, ડીએચએ, ઇપીએ, આયર્ન, ટૌરિન, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ અને સેલેનિયમ જેવા તત્વો તેમાંથી મળે છે.
આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani : બિઝનેસમેન મુકેશ અંબાણીની મોટી જાહેરાત, પશ્ચિમ બંગાળમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરશે અધધ આટલા હજાર કરોડનું રોકાણ..