News Continuous Bureau | Mumbai
Nidhi shah Bigg boss 17: આ દિવસો માં નિધિ શાહ એટલેકે અનુપમા ની કિંજલ ચર્ચા માં છે. નિધિ શાહ તેના અનુપમા શો છોડવાને કારણે ચર્ચામાં છે. જ્યારથી ચાહકો ને ખબર પડી છે કે નિધિ એ અનુપમા શો છોડી દીધો છે ત્યરથી તેઓ દુઃખી છે. હવે આ બધાની વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નિધિ શાહ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા બિગ બોસ 17 ના ઘર માં પ્રવેશ કરશે. હવે નિધિ શાહે આ વિશે વાત કરી છે.
નિધિ શાહે જણાવી હકીકત
નિધિએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘આ બધું સાચું નથી દોસ્ત, કૃપા કરીને અફવાઓ ન ફેલાવો.’ નિધિ ની આ વાત થી સ્પષ્ટ થાય છે કે તે બિગ બોસ 17 માં પ્રવેશ નહીં કરે. તમને જણાવી દઈએ કે આ અગાઉ નિધિ શાહે પોતે જ ખુલાસો કર્યો હતો કે તેને અનુપમા સિરિયલ કેમ છોડી.
મીડિયા રિપોર્ટ મુજબ, બિગ બોસ 17 માં 5 વાઇલ્ડ કાર્ડ સ્પર્ધકો શોમાં પ્રવેશવાના છે અને 4 સ્પર્ધકોને બહાર કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે.
આ સમાચાર પણ વાંચોઃ Rakhi sawant on bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં પતિ આદિલ સાથે એન્ટ્રી કરવા પર રાખી સાવંતે તોડ્યું મૌન, પોસ્ટ શેર કરી જણાવી હકીકત