News Continuous Bureau | Mumbai
Shahi Paneer Recipe:પનીર (Paneer) મોટાભાગના લોકોનું મનપસંદ છે અને દરેક તેને ખૂબ જ સ્વાદ સાથે ખાવાનું પસંદ કરે છે. ખાસ પ્રસંગોએ શાહી પનીર બનાવીને ઉજવણીની મજા વધારી શકાય છે. જો તમે યોગ્ય પદ્ધતિથી શાહી પનીર (Shahi Paneer) બનાવશો તો લોકો તમારા વખાણ કરતાં થાકશે નહીં. ચાલો તમને શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી અને તેની સરળ (recipe) રીત વિશે જણાવીએ.
શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી
500 ગ્રામ પનીર
2 ડુંગળી
3 લીલા મરચાં
થોડું આદુ
3 લીલી ઈલાયચી
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ગરમ મસાલો પાવડર
2 કપ ટામેટાની પ્યુરી
જરૂર મુજબ પાણી
1/2 કપ બદામ
1/2 કપ દહીં
6 ચમચી ઘી
1 કપ દૂધ
જરૂર મુજબ મીઠું
1/2 કપ કાજુ
1 મુઠ્ઠી કોથમીર
1/4 કપ ફ્રેશ ક્રીમ
આ સમાચાર પણ વાંચોઃ ગોલ્ડન બ્રાઉન થાઈ હાઈ સ્લીટ ગાઉન માં મૌની રોયે ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર, તસવીરો થઇ વાયરલ
શાહી પનીર બનાવવાની સરળ રીત
– શાહી પનીર બનાવવા માટે ડુંગળી, લીલા મરચાં, ટામેટા સાથે આદુ અને લીલા ધાણાને અલગ-અલગ સમારી લો. હવે એક બાઉલમાં દહીં નાંખો અને તેને સારી રીતે ફેટી લો. જો તમને ઉતાવળ હોય તો તમે સમારેલા ટામેટાંને બદલે ટામેટાની પ્યુરીનો પણ ઉપયોગ કરી શકો છો.
વાનગીને અત્યંત સ્વાદિષ્ટ બનાવવા માટે, તમે મસાલાને અલગથી ફ્રાય કરી શકો છો અને તેને ગ્રેવીમાં ઉમેરી શકો છો. આ તમારી રેસીપીને વધુ સુગંધિત બનાવશે. હવે થોડા પાણીનો ઉપયોગ કરીને કાજુ અને બદામને અલગ-અલગ પીસી લો અને કાજુ અને બદામની પેસ્ટ બનાવો.
– આ પછી એક પેનને મધ્યમ આંચ પર રાખો અને તેમાં 3 ટેબલસ્પૂન ઘી ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી, આદુ, લીલા મરચા અને લીલી ઈલાયચી નાખીને 4 થી 5 મિનિટ સુધી પકાવો. ટામેટાની પ્યુરી ઉમેરો અને ઢાંકણ વડે પેનને ઢાંકી દો. લગભગ 8 થી 10 મિનિટ સુધી પકાવો. ત્યારપછી તેમાં ફેંટેલુ દહીં ઉમેરીને 5 મિનીટ પકાવો.
– હવે આ પેનમાં એક કપ પાણી ઉમેરો અને વધુ 2 મિનિટ પકાવો. ગ્રેવી પાકી જાય એટલે તેને ઠંડી થવા દો. જ્યારે તે પૂરતું ઠંડુ થઈ જાય, ત્યારે તેને મિક્સર જારમાં સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો અને બાજુ પર રાખો. -હવે બીજા પેનમાં ઘી ગરમ કરો અને તેમાં પીસેલી પેસ્ટ, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, કાજુ અને બદામની પેસ્ટ અને મીઠું ઉમેરો.
– તેને ઉકાળો અથવા ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. પછી તેમાં પનીરના ટુકડા અને દૂધ ઉમેરો. પછી 3 થી 5 મિનિટ સુધી પકાવો. હવે તેને સારી રીતે પાકવા દો. આ રીતે તમારું શાહી પનીર તૈયાર થઈ જશે. હવે તમે ઝીણી સમારેલી કોથમીર અને ક્રીમ ઉમેરીને શાહી પનીરને સર્વ કરી શકો છો.