પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: દશરથજીએ ( Dashrath ) કહ્યું, મારા રામને મારાથી દૂર ન કરો. ત્યારે વશિષ્ઠજી દશરથજીને સમજાવે છે. દશરથનો વશિષ્ઠમાં પૂર્ણ વિશ્વાસ હતો. તેઓ સદગુરુને આધીન હતા.
વશિષ્ઠજીએ ( Vasishthji ) દશરથને કહ્યું:-જન્માક્ષર જોતાં લાગે છે કે, આ વર્ષમાં રામના લગ્નનો યોગ છે. આ વરસમાં કુમારોનાં
લગ્નનો યોગ છે. માટે તેમને મોક્લો. સર્વ કુશળ થશે. હું માનું છું વિશ્વામિત્ર રામનાં લગ્ન કરાવવા માટે આવ્યા છે. દશરથજી રામનાં ( Ram ) લગ્નની વાત સાંભળી ખુશ થયા.
દશરથજીએ કહ્યું:-શું મારા રામના લગ્ન થશે? તો તો કાલને બદલે આજે તેને મોક્લું.
રામલક્ષમણને ( Rama Lakshman ) સભામાં બોલાવ્યા, બંનેએ પ્રણામ કર્યા, કહ્યું, આજ્ઞા આપો.
દશરથજી:-આ વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવાનું છે.
રામજી:-આપ આજ્ઞા આપો તે કરીશું. જવા તૈયાર થયા. કૌશલ્યા પાસે આશીર્વાદ લેવા ગયા. કૌશલ્યાએ કહ્યું. બેટા,
તમારા પિતા કહે તે કરવાનું.
કૌશલ્યાને નારદજી બધી વાત કહી ગયેલા કે રામચંદ્રજીના લગ્ન થવાનાં છે.
રામકૃષ્ણને ( Ramakrishna ) માખણ મિસરી ભાવે છે. જીવનને મિસરી જેવું મધુર બનાવજો. મિસરી જેવું મીઠું બનાવજો. જીવનમાં મીઠાસ સંયમથી આવે છે. સર્વને માન આપશો તો તમારું જીવન મિસરી જેવું મધુર થશે, સર્વને માનદાન કરો એ જ ઉત્તમ છે. બીજાને
માન આપવાથી અને જીવનમાં સંયમ વધારવાથી જીવન મધુર બને છે, ઉત્તમ બને છે.
જેના જીવનમાં મીઠાશ નથી એ ભગવાનને ગમતો નથી. વિદ્યાદાન, જ્ઞાનદાન અને દ્રવ્યદાન કરતાં માનદાન ચઢિયાતું
છે. માનદાન એ શ્રેષ્ઠ દાન છે. એક પૈસાનો પણ ખર્ચ નહિ. સર્વને માન આપો. જે કોઇનું અપમાન કરતા નથી, કર્કશ વાણી
બોલતો નથી, તેના જીવનમાં મીસરી જેવી મીઠાશ આવે છે.
કૌશલ્યાએ વિશ્વામિત્રને કહ્યું, મારા રામને માખણ મીસરી ખવડાવજો. તે દુબળો ન થાય.
અરુન નયન ઉર બાહુ વિસાલા। । નીલ જલજ તનુ સ્યામ તમાલા ।।
કટિ પટ પીટ કસેં વર ભાથા । રુચિર સાયક ઘરેં દુહું હાથા ।।
વિશ્વામિત્ર એટલે વિશ્વના મિત્ર. વિશ્વસ્ય મિત્રમ્ ઈતિ વિશ્ર્વામિત્ર પાણિનીએ આ પ્રમાણે અર્થ કર્યો છે. વિશ્વામિત્રે
આશીર્વાદ આપ્યા. પાણિનીનું વ્યાકરણ અમર થશે. વિશ્વ જેનું મિત્ર છે, તે વિશ્વામિત્ર. જગતનો મિત્ર છે જીવ. મનુષ્ય એટલે કે
જીવ જગમિત્ર થાય એટલે શબ્દબ્રહ્મ તેની પાછળ પાછળ આવે છે. અને તેની પાછળ પરબ્રહ્મ પણ આવે છે. તમે જગમિત્ર થશો
એટલે રામલક્ષ્મણ તમારી પાછળ આવશે. રામ એ પરબ્રહ્મ છે, શબ્દબ્રહ્મ છે. શબ્દબ્રહ્મ વગર પરબ્રહ્મ પ્રગટ થાય નહીં.
વિશ્વામિત્રની પાછળ રામલક્ષ્મણ ચાલે છે. રસ્તામાં તાડકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રે બલા અને અતિ બલા વિદ્યા,
રામલક્ષ્મણને આપી જેથી ભૂખ તરસ ન લાગે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૭
આશ્રમમાં આવ્યા છે. રઘુનાથજીએ વિશ્વામિત્રને કહ્યું:-ગુરુજી હવે તમે યજ્ઞ કરો ને હું એની રક્ષા કરીશ.
જનકપુરી પાસે વિશ્વામિત્ર ઋષિનો સિદ્ધાશ્રમ છે. સિદ્ધાશ્રમમાં વિશ્વામિત્ર યજ્ઞ કરે છે.
વિશાળ યજ્ઞમંડપ બનાવ્યો છે. યજ્ઞનું રામ-લક્ષ્મણ હાથમાં ધનુષબાણ લઈને રક્ષણ કરે છે. રામજી આજે ઊભા છે.
દ્વારકામાં દ્વારકાનાથજી ઊભા છે. ડાકોરમાં રણછોડરાય ઊભા છે.
શ્રીનાથજીમાં ( Shrinathji ) ગોવર્ધનનાથજી ઊભા છે. પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ઊભા છે.
ભગવાન કહે છે:-જીવ જ્યારે મારાં દર્શન કરવા આવે છે, ત્યારે ઊભો થઈને હું દર્શન આપું છું. હું જીવને મળવા આતુર
છું. જે પ્રેમથી મને મળવા આવે છે, તેને મળવા હું આતુર છું. મારા વૈષ્ણવોને, ભક્તોને મળવા માટે પ્રતીક્ષા કરતો હું ઊભો છું, હું
ઊભો રહી ભક્તોની પ્રતીક્ષા કરું છું. મારાથી વિખૂટો પડેલો જીવ ક્યારે મને મળવા આવે. ઈશ્વર તો જીવની સામે અખંડ જોયા કરે
છે. પણ જીવ ઇશ્વરની સામે જોતો નથી.
રામ તો જીવને અપનાવવા તૈયાર છે પણ આ અભાગિયો જીવ તેને મળવા કયાં આતુર થાય છે?
શ્રી રામ આજાનુબાહુ છે. બન્ને હાથ ઘુંટણ સુધી પહોંચે છે. કોઈકે પૂછ્યું, પ્રભુ આપે કેમ હાથ આટલા લાંબા રાખ્યા છે?
પ્રભુએ જવાબ આપ્યો મારા ભક્તો મને મળવા આવે છે. તેમાં કોઈ જાડો ભક્ત હોય, તો તેને બાથમાં સમાવી લેવાય, એટલા
માટે મેં હાથ લાંબા રાખ્યા છે.
મારા વૈષ્ણવો મને મળવા આવે, તેને આલિંગન આપવા મેં હાથ લાંબા રાખ્યા છે.
રામ રીંછને ભેટે છે, રામ વાનરોને ભેટે છે. રામજી સર્વ ઉપર પ્રેમ કરે છે. રામજી ધનુષ્યબાણ હંમેશા સાથે રાખે છે.
ધનુષ્યબાણને સજ્જ રાખે છે. ધનુષ્યબાણ વગરના રામનાં દર્શન, કોઈ ઠેકાણે નથી. રાજ્યાસન ઉપર બેઠા હોય ત્યારે પણ ધનુષ્ય
બાણ અને મહેલમાં સીતાજી પાસે બેઠા હોય ત્યારે પણ ધનુષ્યબાણ. ઉપનિષદ્ માં કહ્યું છે. ‘પ્રણવો હિ ધનુ’ ઉપનિષદમાં
ધનુષ્યને ઓમકારની ઉપમા આપી છે. ઓમકાર એટલે જ્ઞાન. જ્ઞાન એ જ ધનુષ્ય છે.