News Continuous Bureau | Mumbai
Metro accident: દિલ્હી મેટ્રો ( Delhi Metro ) છેલ્લા ઘણા દિવસોથી કેટલીક વિચિત્ર ઘટનાઓને કારણે ચર્ચામાં છે. અગાઉ બિકીની પહેરીને મેટ્રોમાં ( Metro ) મુસાફરી કરતી યુવતી, મેટ્રોમાં ન્હાતો યુવક જેવી ચોંકાવનારી ઘટનાઓના વીડિયો વાયરલ થયા છે. હવે વાયરલ વીડિયોની યાદીમાં વધુ એક વીડિયોનો ઉમેરો થયો છે. મેટ્રો ટ્રેન ( Metro train ) અને પ્લેટફોર્મની ( platform ) વચ્ચે એક વ્યક્તિ વિચિત્ર રીતે ફસાઈ ગયો. આ વ્યક્તિ અને તેની મદદ કરવાનો પ્રયાસ કરતા લોકોનો વીડિયો વાયરલ થયો છે.
જુઓ વિડીયો
View this post on Instagram
પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે બેડોળ રીતે અટવાઈ ગયો મુસાફર
અકસ્માત ( accident ) દરમિયાન એક મુસાફર( passenger ) એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન, મેટ્રો આવતાં જ તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે બેડોળ રીતે અટવાઈ જાય છે. ટ્રેન ઓપરેટરે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી અને પેસેન્જરને બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ યુવકને સારવાર માટે એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને કરી સ્પષ્ટતા
આ મુદ્દે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને કહ્યું છે કે આ ઘટનાની તપાસ કરતી વખતે એ વાત સામે આવી છે કે નવેમ્બર મહિનામાં દિલ્હીમાં આવી કોઈ ઘટના બની નથી.દિલ્હી મેટ્રોના ડીસીપી રામ ગોપાલ નાઈકે પણ આ બાબતનો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ રિપોર્ટ સંપૂર્ણપણે ખોટો છે. તેમણે વધુમાં કહ્યું કે આ વીડિયોના સંબંધમાં હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. આ બહુ જૂની ઘટના હોઈ શકે છે અથવા તે બીજે ક્યાંક બની હોઈ શકે છે, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરમાં દિલ્હીમાં આવી કોઈ ઘટના બની નથી.
આ સમાચાર પણ વાંચો : ED officer arrested: લ્યો બોલો… ઇડી અધિકારી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો, પોલીસે આ રીતે ફિલ્મી અંદાજમાં કરી ધરપકડ
મૂલ્યવાન સલાહ
રામ ગોપાલે આ વાયરલ વીડિયો ( Viral video ) વિશે મૂલ્યવાન સલાહ આપી છે. તેમણે કહ્યું કે, મેટ્રો હોય કે રેલવે, નાગરિકોએ હંમેશા સતર્ક રહેવું જોઈએ. પ્લેટફોર્મ અને મેટ્રો ટ્રેન વચ્ચેના અંતર પર ધ્યાન ન આપવું મોંઘુ પડી શકે છે. તેથી સાવચેતી રાખવી જરૂરી છે.