News Continuous Bureau | Mumbai
Animal: રણબીર કપૂર ની બહુચર્ચિત ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મે થિયેટરો માં ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ માં લોકો ને રણબીર કપૂર નું પાત્ર પસંદ આવી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિઅય પર ફિલ્મ એનિમલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મ નો ડીલીટેડ સીન છે. તેમજ આ વીડિયોને મેકર્સે ફિલ્મ એનિમલના ગીત ‘અરજન વેલી’માં દર્શાવ્યો હતો. પરંતુ મેકર્સે આ સીનને ફિલ્મમાં સામેલ કર્યો ન હતો. જેને જોઈને લોકોમાં ભારે નિરાશા જોવા મળી હતી.
ફિલ્મ એનિમલ નો ડીલીટેડ સીન થયો વાયરલ
રણબીર કપૂર રશ્મિકા સ્ટારર ફિલ્મ એનિમલ કમાણી ના મામલે રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ ને રિલીઝ થયાને માત્ર ત્રણ જ દિવસ થયા છે હવે આ ફિલ્મે ત્રણ દિવસમાં ફિલ્મે વોર્લ્ડવાઇડ 230 કરોડ ની કમાણી કરી લીધી છે. હવે આ દરમિયાન સોશિયલ મીડિયા પર ફિલ્મ નો ડીલીટેડ સીન વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને લોકો કહી રહ્યા છે કે મેકર્સે આ સીન કેમ હટાવ્યો.
Deleted Scene from #Animal#AnimalTheMovie #AnimalMovie#AnimalPark #AnimalMovieReview#RashmikaMandana #RanbirKapoorpic.twitter.com/GbKfS1wnlH
— DUNKI (@DUNKISRKIAN) December 2, 2023
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ માં ઘણા સીન ડીલીટ કરવામાં આવ્યા છે તેમાં પણ ખાસ કરી ને રણબીર અને રશ્મિકા ના ઇન્ટિમેટ સીન. પરંતુ હવે મીડિયા માં એવા સમાચાર વહેતા થયા છે કે ઓટીટી પર ફિલ્મ નું અનકટ વરઝ્ન રિલીઝ કરવામાં આવશે. એટલેકે જેટલા પણ સીન થિયેટર માં નથી જોવા મળ્યા તે સીન ઓટીટી પર જોવા મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Animal box office collection: એનિમલ પર થયો પૈસા નો વરસાદ, રણબીર કપૂર ની ફિલ્મે રિલીઝ ના પહેલા જ દિવસે કરી અધધ આટલા કરોડ ની કમાણી