News Continuous Bureau | Mumbai
Cyclone Michaung : ચક્રવાતી તોફાન મિચોંગ ઝડપથી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.
ચેન્નાઈમાં ભારે વરસાદ (Heavy rain) ને કારણે 12 ફ્લાઈટ અને ઘણી ટ્રેનો (Trains) પણ રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત શાળા (School) ઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
ચેન્નાઈ (Chennai) માં ભારે વરસાદને કારણે પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે
આજે એટલે કે 5મી ડિસેમ્બરની બપોર સુધીમાં ચક્રવાત મિચોંગ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે
છે.
ચક્રવાત ત્રાટકે તે પહેલા જ પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે.
તમને જણાવી દઈએ કે, આ ચક્રવાત નેલ્લોર અને માછલીપટ્ટનમની વચ્ચેની જમીન સાથે ટકરાશે, ત્યારબાદ તેની ગતિ ઓછી થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : Gokhale bridge : ગોખલે બ્રિજ પર મહાકાય ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ, આ તારીખ સુધી ખુલી જશે બ્રિજની એક લેન