Jennifer mistry: શું અભિનેત્રી જેનિફર મિસ્ત્રી ને છે તારક મહેતા શો છોડવાનો અફસોસ? વિડીયો શેર કરી કહી આવી વાત

Jennifer mistry: જેનિફર મિસ્ત્રી એ તારક મહેતા શો છોડ્યા બાદ નિર્માતા અસિત મોદી પર જાતીય શોષણ નો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ જેનિફર ચર્ચામાં આવી હતી. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મીસીસ સોઢી નું પાત્ર ભજવી ને લોકપ્રિય બનેલી અભિનેત્રી જેનિફરે તારક મેહતા શો સાથે જોડાયેલો વિડીયો શેર કર્યો છે તેમજ આ સાથે તેને એક લાંબી નોંધ પણ લખી છે.

by Zalak Parikh
jennifer mistry shares video memorable moments spent in taarak mehta ka ooltah chashmah

News Continuous Bureau | Mumbai 

Jennifer mistry: જેનિફર મિસ્ત્રી એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મિસિસ રોશન સિંહ સોઢી ની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા ભજવી ને જેનિફર ઘર ઘર માં લોકપ્રિય બની હતી. જેનિફર આ શો સાથે શરૂઆત થી જોડાયેલી હતી. ત્યારબાદ તેને ડિલિવરી માટે બ્રેક લીધો હતો. ડિલિવરી બાદ ફરી જેનિફર આ શો નો ભાગ બની હતી. ત્યારબાદ વર્ષ 2023 માં જેનિફરે તારક મેહતા ને અલવિદા કહી દીધું હતું. આ શો છોડ્યા પછી જેનિફરે અસિત મોદી પર જાતીય સતામણી નો આરોપ લગાવ્યો હતો. હવે આ બધાની વચ્ચે જેનિફરે એક વિડીયો શેર કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. 

 

જેનિફર મિસ્ત્રી એ શેર કર્યો વિડીયો 

જેનિફરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કો-સ્ટાર્સનો વીડિયો શેર કર્યો છે. અભિનેત્રીએ વિડિયો શેર કરીને લખ્યું, ‘માણસ વાર્તાઓને પ્રેમ કરે છે કારણ કે તેઓ અમને ફક્ત શરૂઆત, મધ્ય અને અંત સાથે વાર્તા બતાવે છે. આ રીતે મારી વાર્તાના પણ ત્રણ ભાગ છે. મારી વાર્તા વર્ષ 2008માં શરૂ થઈ હતી, જ્યારે હું શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોડાઈ હતી. મારી વાર્તાનો મધ્ય ભાગ વર્ષ 2016 માં શરૂ થયો હતો, જ્યારે હું ડિલિવરી પછી શોમાં પાછી ફરી હતી. મારી વાર્તા વર્ષ 2023 માં સમાપ્ત થઈ, જ્યારે મેં શો છોડ્યો. દરેક શરૂઆતનો અંત હોય છે અને દરેક અંતની નવી શરૂઆત હોય છે.’


જેનિફરે વધુમાં લખ્યું, ‘’ઈશ્વર, TMKOC ના કલાકારો અને શો જોઈ રહેલા તમામ ચાહકો નો મને આટલા વર્ષોથી પ્રેમ કરવા બદલ આભાર. મેં મારા જીવનના ઘણા વર્ષો આ શોમાં વિતાવ્યા છે. શોમાં કામ કરતી વખતે મને ખ્યાલ જ ન રહ્યો કે સમય કેટલો પસાર થઈ ગયો. શોમાં કેટલીક યાદો દર્દનાક હતી અને કેટલીક ખૂબ સારી હતી. શોમાં મેં મારા કો-સ્ટાર્સ સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદગાર હતી.’

આ સમાચાર પણ વાંચોઃ Aishwarya and Abhishek: અલગ થવાની અફવા વચ્ચે હસતો જોવા મળ્યો બચ્ચન પરિવાર, અગસ્ત્ય નંદા ને ચીયર કરતા જોવા મળ્યા અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા, જુઓ વાયરલ વિડીયો

Join Our WhatsApp Community

You may also like