News Continuous Bureau | Mumbai
Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ માટે લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની પઠાણ અને જવાન બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે. હવે શાહરુખ ખાન ની આ વર્ષ ની છેલ્લી ફિલ્મ ડંકી પણ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે શાહરુખ ખાને તેના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની આગામી ફિલ્મ અને તેના શૂટિંગ વિશે ખુલાસો કર્યો હતો.
શાહરુખ ખાન ની આગામી ફિલ્મ
શાહરુખ ખાને તેના લેટેસ્ટ ઇન્ટરવ્યૂ માં મીડિયાને જણાવ્યું કે, ‘હું હવે માર્ચ-એપ્રિલમાં એક ફિલ્મ શરૂ કરીશ. હું હવે મારી ઉંમરની નજીકની ફિલ્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને અને હું તેને હીરો અને ફિલ્મ સ્ટાર તરીકે પણ ભજવવા માંગુ છું. મને લાગે છે કે ભારતીય ફિલ્મોમાં આપણે જે ચૂકી ગયા છીએ તેમાંની એક એ છે કે લોકો ઉંમરને ધ્યાનમાં લીધા વિના સ્ટાર ભૂમિકાઓ ભજવી શકે છે… કારણ કે તે તરીકે નો ચાર્મ લાવવો મુશ્કેલ છે જે હું 20 વર્ષ પહેલાં મારામાં હતો જેવું હું કરતો હતો. મને લાગે છે કે મારામાં એક નવો ચાર્મ હોય. હું બીજી એક્શન ફિલ્મ કરવા માંગુ છું.’
Exclusive : KING @iamsrk talking about his next movie in latest interview with @RAYAofficial ❤️🔥 #Dunki pic.twitter.com/PcmoCEsOTp
— SRK Fans Trends🧊🔥 (@_SRKFansTrends) December 21, 2023
શાહરૂખ ખાનના નવા પ્રોજેક્ટને લઈને આવેલા આ નિવેદન પર ચાહકો ઉત્સાહિત થઇ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Dunki: ફિલ્મ ડંકી જોવા આવેલા ફેન્સ નો થિયેટરની બહાર નો મજેદાર વિડીયો થયો વાયરલ, શાહરુખ ખાને પણ આ વિડીયો પર આપી ફની પ્રતિક્રિયા