News Continuous Bureau | Mumbai
AUS vs PAK: જો તમે ક્યારેય ક્રિકેટ સ્ટેડિયમ ( Cricket stadium ) માં મેચ જોવા ગયા હોવ તો તમને પણ ઈચ્છા થઇ હશે કે એકવાર કેમેરા ( Camera ) નું ફોકસ તમારા પર આવે અને તમે ટીવી સ્ક્રીન પર દેખાવો. આવું જ કંઈક એક કપલ સાથે થયું પરંતુ કપલ ( Couple ) બિલકુલ ઈચ્છતું ન હતું કે આવા સમયે તેઓ ટીવી અને સ્ક્રીન પર દેખાય. પણ હવે કેમેરામેનને કોણ રોકી શકે? કપલની એ ખાસ ક્ષણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા ( Australia ) અને પાકિસ્તાન ( Pakistan ) વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ બેટિંગ (Bating ) કરી રહી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમ તેમની સામે બોલિંગ કરી રહી હતી. ત્યારે ત્યાં હાજર એક કેમેરામેન ( Cameramen ) ની નજર કપલ પર પડી અને કેમેરાને કપલ પર ફોકસ કર્યો અને કપલ સ્ક્રીન પર દેખાવા લાગ્યું.
જુઓ વિડીયો
Wait a minute what did we all just see? Yet you are complaining about missed catches? 🤷🏻♀️🤡#PAKvsAUS pic.twitter.com/8yA6pCagXv
— Kinza Tariq (@Kinnzayyy) December 28, 2023
આ કપલ મેચ જોવા માટે આવ્યું હતું
બન્યું એવું કે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી હતી. જ્યારે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે કેમેરામેનનું ધ્યાન સ્ટેન્ડમાં મેચ જોઈ રહેલા એક કપલ પર પડ્યું. કેમેરામેને ટીખળ કરવાનું વિચાર્યું અને કેમેરાનું ફોકસ કપલ તરફ કર્યું. આ પછી કપલ ટીવી અને સ્ક્રીન પર દરેક જગ્યાએ દેખાવા લાગ્યું. તે સમયે છોકરો તેના ખોળામાં ટી-શર્ટ લઈને બેઠો હતો જ્યારે છોકરી તેના પર ઝૂકી રહી હતી. જ્યારે તેણે પોતાને સ્ક્રીન પર જોયો ત્યારે તે શરમથી લાલ થઈ ગયો.
આ સમાચાર પણ વાંચો : PM Modi in Ayodhya : અચાનક ઉજ્જવલા યોજનાના લાભાર્થીના ઘરે પહોંચ્યા PM મોદી, લીધી ચા ની ચુસ્કી, બાળકો સાથે મસ્તી કરી, જુઓ વિડિયો..
દંપતી પોતાને સ્ક્રીન પર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું
જેવા છોકરાએ સ્ક્રીન પર પોતાને જોયો કે તરત જ તેણે ટી-શર્ટમાં પોતાનો ચહેરો છુપાવી દીધો અને છોકરી તેના બોયફ્રેન્ડના ખોળામાંથી ઉઠી ને બેઠી થઈને આસપાસ જોવા લાગી. જ્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકોએ આ દ્રશ્ય જોયું તો તેઓએ ખૂબ હોબાળો મચાવ્યો. બાદમાં છોકરો ચહેરો ઢાંકીને સ્ટેન્ડમાં જવા લાગ્યો. ઘટના દરમિયાન મિચેલ સ્ટાર્ક બોલિંગ કરી રહ્યો હતો અને તેની સામે અબ્દુલ્લા શફીક સ્ટ્રાઈક પર હતો.