News Continuous Bureau | Mumbai
Aamir khan: આમિર ખાન ની દીકરી ઇરા ખાન અને નૂપુર શિખરે આજે ઉદયપુર માં મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ થી સાત ફેરા લેશે. આગાઉ કપલે પરિવાર અને મિત્રો ની હાજરી માં રજીસ્ટર મેરેજ કર્યા હતા.હવે ઇરા ખાન અને નૂપુર શિખરે નો આખો પરિવાર ઉદયપુર માં છે. ઉદયપુર માં ઇરા અને નૂપુર ના પ્રિ વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. હવે એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આમિર ખાન તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
આમિર ખાન નો ડાન્સ વિડીયો થયો વાયરલ
આમિર ખાન નો ડાન્સ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે રાજસ્થાની ગીતો પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો ઇરા અને નૂપુર ના પ્રિ વેડિંગ ફંક્શન દરમિયાન નો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે 8 જાન્યુઆરી એટલે કે આજે ઇરા અને નૂપુર સાત ફેરા લેશે. તેમજ મીડિયા રિપોર્ટ મુજબ આમિર ખાનની પુત્રી ઇરા ખાન ના લગ્નનું રિસેપ્શન 13 જાન્યુઆરી એ થવાનું છે અને તેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની તમામ હસ્તીઓ હાજરી આપશે.
આ સમાચાર પણ વાંચો : Urvashi dholakia: આ કારણોસર ઉર્વશી ધોળકિયા થઇ હોસ્પિટલમાં દાખલ, અભિનેત્રી ના દીકરા એ આપી માહિતી