Hrithik Roshan: હ્રિતિક રોશન અને તેના પુત્રોએ ડાન્સ ફ્લોર પર લગાવી આગ! વીડિયો જોઈ ફેન્સ બોલ્યા- “પરફેક્ટ ફેમિલી ડાન્સ

Hrithik Roshan: પિતરાઈ ભાઈ ઈશાન રોશનના લગ્નમાં હ્રિતિક, રેહાન અને રિદાનનો ધમાકેદાર ડાન્સ; સ્ટેજ પર ‘ઈશ્ક તેરા તડપાવે’ ગીત પર મચાવી ધૂમ

by Zalak Parikh
Hrithik Roshan and his sons Hrehaan-Hridhaan win hearts with their energetic dance at a family wedding

News Continuous Bureau | Mumbai

Hrithik Roshan: બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ અને ડાન્સિંગ કિંગ હ્રિતિક રોશન ફરી એકવાર પોતાની ડાન્સિંગ સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. આ વખતે તે એકલો નહીં, પરંતુ તેના બંને પુત્રો રેહાન અને રિદાન સાથે સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. પિતરાઈ ભાઈ ઈશાન રોશનના લગ્ન પ્રસંગે હ્રિતિકે તેના પુત્રો સાથે જે રીતે તાલ મિલાવ્યો તે જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હ્રિતિક તેના પુત્રો સાથે પ્રખ્યાત પંજાબી ગીત ‘ઈશ્ક તેરા તડપાવે’ (તારા રારા) પર ડાન્સ કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty praises ‘Dhurandhar’: ‘ધુરંધર’ ની ફેન બની શિલ્પા શેટ્ટી: રણવીર સિંહના કર્યા વખાણ અને અક્ષય ખન્નાના ડાન્સ સ્ટેપની કરી નકલ, જુઓ વાયરલ વીડિયો

સ્ટેજ પર પુત્રોએ મચાવી ધમાલ

હ્રિતિક રોશન ડાન્સમાં માસ્ટર છે જ, પરંતુ તેના બંને પુત્રોમાં પણ આ કળા લોહીમાં હોય તેમ જણાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેહાન અને રિદાન તેમના પિતાના દરેક સ્ટેપ સાથે પૂરી એનર્જીથી ડાન્સ કરી રહ્યા છે. લગ્નમાં હાજર રહેલા મહેમાનોએ તાળીઓ અને સીટીઓ વગાડીને આ ત્રિપુટીને વધાવી લીધી હતી. આ દરમિયાન સ્ટેજ પર હ્રિતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ પાછળ ઉભી રહીને ડાન્સ કરતી જોવા મળી હતી.


સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતા જ યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું, “રોશન પરિવારના બાળકોને વારસામાં માત્ર સારી વસ્તુઓ જ મળી છે.”અન્ય એક ફેને લખ્યું, “આ ડાન્સને થિયેટરમાં રિલીઝ કરો, હું જોવા આવીશ.”એક યુઝરે રમૂજમાં લખ્યું, “બાકી બધું ઠીક છે, પણ આ લોકોના ડાન્સમાં જે ગ્રેસ છે તે અદભૂત છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More