News Continuous Bureau | Mumbai
Ustad Rashid Khan :
- પ્રખ્યાત સંગીત સમ્રાટ ઉસ્તાદ રાશિદ ખાનનું નિધન થયું છે.
- તેઓ લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી ( Cancer ) પીડિત હતા અને આખરે તેઓ જિંદગી સામેની જંગ હારી ગયા.
- જાણીતા શાસ્ત્રીય ગાયક ( Classical singer ) રાશિદ ખાન ડિસેમ્બરથી હૉસ્પિટલમાં દાખલ હતા અને તાજેતરમાં જ તેમની તબિયત વધુ લથડી હતી.
- તેમના દેહને આજે રાતે કોલકાતાના ( Kolkata ) પીસ હેવન હોસ્પિટલમાં રાખવામાં આવશે. ગાયકના અંતિમ સંસ્કાર કાલે 10 જાન્યુઆરીએ થશે.
- આ ગાયકે ઈન્ડસ્ટ્રીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. જેમાંથી એક છે ‘જબ વી મેટ’ ( jab we met ) નું ‘આઓગે જબ તુમ ઓ સજના’.
આ સમાચાર પણ વાંચો : IPL 2024: શું આ વખતે પણ IPL ભારતમાં નહીં રમાય!? જાણો શા માટે બની રહી છે આવી શક્યતાઓ..