Ira and Nupur: ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની માં આમિર ખાન અને આઝાદ ખાને જમાવ્યો રંગ, આપ્યું શાનદાર પરફોર્મન્સ

Ira and Nupur: આમિર ખાનની દીકરી ઇરા ખાન અને નૂપુર શિખરે ના પ્રિ વેડિંગ ફંક્શન ઉદયપુર માં ચાલી રહ્યા છે. આ ફંક્શન્સ ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. હવે ગઈકાલે ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની હતી જેમાં આમિર ખાન સાથે તેના દીકરા આઝાદે ગીત ગાયું હતું.

by Zalak Parikh
ira and nupur sangeet ceremony aamir khan and aazad khan sing a song

News Continuous Bureau | Mumbai

Ira and Nupur: આમિર ખાન ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે 3 જાન્યુઆરી એ રજીસ્ટર મેરેજ કરી લીધા હતા. હવે કપલ ઉદયપુર માં મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ લગ્ન કરવાનું છે. આ માટે આખો ખાન પરિવાર અને શિખરે પરિવાર ઉદયપુરમાં છે. ઉદયપુર માં ઇરા અને નૂપુર ના પ્રિ વેડિંગ ફન્કશન ચાલી રહ્યા છે. ગઈકાલે ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની હતી જેમાં ઇરા ના પાપા એટલેકે આમિર ખાને તેના નાના દીકરા આઝાદ અને ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે મળી ને ગીત ગાયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

 

ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની માં આમિર ખાને ગાયું ગીત 

ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આમિર ખાન અને તેનો નાનો દીકરો આઝાદ એક સાથે ‘એક હજારો મેં મેરી બેહના હૈ…’ ગીત ગાઈ રહ્યા છે. તેમની સામે ઇરા અને નૂપુર સોફા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આમિર ની પૂર્વ પત્ની કિરણ રાવ પણ સ્ટેજ પર જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


આ સિવાય ઇરા અને નૂપુર ની સંગીત સેરેમની નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સંગીત ના વેન્યુ પર ઇરા અને નૂપુર ભવ્ય એન્ટ્રી કરતા જોવા મળી રહ્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


તમને જણાવી દઈએ કે ઇરા અને નૂપુર આજે એટલેકે 10 જાન્યુઆરી એ લગ્ન કરશે. ત્યારબાદ 13 જાન્યુઆરી એ આમિર ખાન મુંબઈ માં ભવ્ય રિસેપ્શન નું આયોજન કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : Ira khan and Nupur shikhre: ઇરા ખાન ના હાથ પર સજી નૂપુર ના નામ ની મહેંદી, લગ્ન ના પ્રી વેડિંગ ફંક્શન માં જોવા મળ્યો વર-વધુ નો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડિયો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More