News Continuous Bureau | Mumbai
Hema malini: જે દિવસ ની લોકો રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. અયોધ્યા માં આજે રામ મંદિર નું ઉદ્ઘાટન થશે. અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બોલિવૂડ ની ડ્રિમ ગર્લ જ્ઞાતિ અભિનેત્રી હેમા માલિની એ રામાયણ પર આધારિત નાટક રજૂ કર્યું હતું. આ નાટકમાં હેમા માલિની એ ‘સીતા’ની ભૂમિકા ભજવી હતી.22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં હેમા માલિની હાજરી આપશે. આ દરમિયાન હેમા માલિની એ જણાવ્યું કે હાલ અયોધ્યા માં કેવું વાતાવરણ છે.
હેમા માલિની એ કર્યું ટ્વીટ
હેમા માલિનીએ અયોધ્યાના વાતાવરણ વિશેની અપડેટ ટ્વિટ કરીને લોકો સાથે શેર કરી છે. અભિનેત્રીએ કહ્યું કે ‘રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે હાર્દિક અભિનંદન.’ ‘દુનિયા ઘણા સમયથી આ શુભ અવસરની રાહ જોઈ રહી છે, જ્યારે તેઓ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકને જોઈ શકે, ત્યારે હું આ રામ ભરેલા વાતાવરણમાં ખૂબ જ આનંદ લઈ રહી છું. રામનું નામ સર્વત્ર ગુંજી રહ્યું છે. ‘જય શ્રી રામ’
The world awaits with bated breath the Pran Pratishtha of Ram Lalla when he returns to his rightful place in Ayodhya. I too am here amidst all this air of excitement, when everyone is chanting Jai Shri Ram and I am getting goosebumps seeing and experiencing everything🙏
Jai Shri… pic.twitter.com/CbpKNjaJHx— Hema Malini (@dreamgirlhema) January 21, 2024
તમને જણાવી દઈએ કે, આજે એટલેકે 22મી જાન્યુઆરીએ શુભ મુહૂર્તમાં ભગવાન રામ મંદિરના ગર્ભગૃહમાં ધાર્મિક વિધિઓ સાથે બિરાજમાન થશે. અયોધ્યામાં અભિષેકની વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી, જે હજુ પણ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Anup jalota: અયોધ્યા જતા અનુપ જલોટા એ ફ્લાઇટ માં કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે ભજન સમ્રાટ ના વખાણ, જુઓ વિડીયો