Dharmendra prayer meet: ઇમોશનલ મુમેન્ટ: ‘એક કામ અધૂરું રહી ગયું…’ હેમા માલિનીએ ધર્મેન્દ્રના ખાસ સપના વિશે કરી ભાવુક વાત!

Dharmendra prayer meet: ગુરુવારે દિલ્હીમાં આયોજિત પ્રાર્થના સભામાં હેમા માલિનીએ દિવંગત પતિ ધર્મેન્દ્રના એક અધૂરા સપના વિશે વાત કરતાં ભાવુક થયાં. તેમણે જણાવ્યું કે ધર્મેન્દ્રનું ઉર્દૂ શાયરીનો સંગ્રહ કરીને તેને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનું સપનું અધૂરું રહી ગયું.

by Zalak Parikh
Hema Malini Mentions Dharmendra's Special Dream; Gets Emotional at Prayer Meet

News Continuous Bureau | Mumbai

Dharmendra prayer meet: અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ ગુરુવારે દિલ્હીમાં દિવંગત ધર્મેન્દ્ર માટે એક પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પ્રેયર મીટમાં રાજકીય જગત અને ફિલ્મ ઉદ્યોગના અનેક દિગ્ગજોએ ભાગ લીધો હતો. આ દરમિયાન હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી અને તેમના એક અધૂરા રહી ગયેલા સપના વિશે પણ જણાવ્યું.

આ સમાચાર પણ વાંચો : TGIKS 4: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ૪’ નું ધમાકેદાર ટ્રેલર આવ્યું! શું છે નવું, અને કઈ બાબતોમાં શો પાછળ પડી શકે છે? જાણો વિશ્લેષણ

ધર્મેન્દ્રનું અધૂરું રહી ગયેલું સપનું

પ્રેયર મીટમાં ભાવુક થતાં હેમા માલિનીએ જણાવ્યું કે ધરમ જીનું ઉર્દૂ શાયરી નું પુસ્તક લખીને, પ્રકાશિત કરવાનું સપનું અધૂરું રહી ગયું.હેમા માલિનીએ ધર્મેન્દ્રના શાયરીના શોખ નો ઉલ્લેખ કરતાં કહ્યું, “સમયની સાથે તેમના વ્યક્તિત્વ નું એક છુપાયેલું પાસું સામે આવ્યું. જ્યારે તેઓ ઉર્દૂની શાયરી કરવા લાગ્યા.તેમની ખાસ વાત એ હતી કે કોઈ પણ પરિસ્થિતિ હોય, તેઓ તેના હિસાબે એક શેર સંભળાવી દેતા હતા.હેમા માલિની અવારનવાર તેમને એક પુસ્તક લખવા કહેતા હતા. ધર્મેન્દ્ર આ વાતને લઈને ખૂબ ગંભીર હતા અને બધું પ્લાનિંગ પણ કરી રહ્યા હતા, “પરંતુ આ કામ અધૂરું રહી ગયું.”

 

View this post on Instagram

 

A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


ધર્મેન્દ્ર સાથેના તેમના સંબંધો વિશે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું,”જે વ્યક્તિ સાથે મેં ઘણી ફિલ્મોમાં પ્રેમનો અભિનય કર્યો, તે જ મારા જીવનસાથી બની ગયા. અમારો પ્રેમ સાચો હતો, તેથી અમારી અંદર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત હતી. તેઓ મારા માટે એક ખૂબ જ સમર્પિત જીવનસાથી બન્યા. તેઓ મારા માટે એક મજબૂત સ્તંભ બનીને ઊભા રહ્યા, દરેક પગલે મારી સાથે ઊભા રહ્યા.”ધર્મેન્દ્રની દિલ્હીમાં રાખવામાં આવેલી આ પ્રાર્થના સભામાં રાજકીય ક્ષેત્રના ઘણા દિગ્ગજ લોકો શામેલ થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More