Fighter: ફાઈટર ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, ઓનલાઈન લીક થઇ રિતિક રોશન ની ફિલ્મ, આ સાઈટ પર થી ધડાધડ ડાઉનલોડ થઇ રહી છે ફિલ્મ

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ના ખુબ વખાણ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં મેકર્સ ને ઘણું નુકસાન થવાનું છે કેમકે આ ફિલ્મ ઓનલાઇન લીક થઇ ગઈ છે.

by Zalak Parikh
hrithik roshan film fighter online leaked in hd print

News Continuous Bureau | Mumbai

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર થિતરો માં રિલીઝ થઇ ગઈ છે,. આ ફિલ્મ ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ફિલ્મ ના ખુબ વખાણ કરી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઈટર’ રિલીઝ થતાની સાથે જ તેના મેકર્સ ને મોટો ઝટકો લાગ્યો છે. આ ફિલ્મ ઘણી પાયરેસી સાઇટ્સ પર લીક થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Fighter: થિયેટરમાં રિલીઝ પહેલા જ ફાઈટર ની ઓટીટી રિલીઝ ની માહિતી આવી સામે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો રિતિક રોશન ની ફિલ્મ

ઓનલાઇન લીક થઇ ફાઈટર 

મીડિયા રિપોર્ટ મુજબ રિતિક રોશન ની ફિલ્મ ફાઈટર તમિલરોકર્સ, ટેલિગ્રામ, FilmyZilla, MovieRulz જેવી પાયરેસી સાઇટ્સ પર લીક થઈ છે. આ સાઇટ્સ પર ફિલ્મ ની એચડી પ્રિન્ટ ઉપલબ્ધ છે લોકો આફિલ્મ ને ધડાધડ ડાઉનલોડ પણ કરી રહ્યા છે. આ પાઇરેસી સાઇટ્સ પહેલાથી જ ફિલ્મો લીક કરીને ઘણા લોકો સાથે છેતરપિંડી કરી ચૂકી છે.લીક થવાને કારણે ફિલ્મ ‘ફાઇટર’ ના મેકર્સ ને ઘણું નુકસાન થયું છે

Join Our WhatsApp Community

You may also like