News Continuous Bureau | Mumbai
Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ( Ram Mandir Pran Pratishtha ) યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડો. ઈમામ ઉમર અહમદ ઈલ્યાસી ( Imam Umar Ahmed Ilyasi ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપી ત્યારથી ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીને ઉગ્રવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. તેમની સામે ફતવો ( Fatwa ) પણ બહાર પાડવામાં આવ્યો છે. તેમને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ ( Death Threat ) મળી રહી છે. તો આ અંગે મિડીયા સાથે વાત કરતા ઈમામે કહ્યું હતું કે, “હું આવા ફતવામાં માનતો નથી. ભલે ગમે તે થાય, હું માફી માંગીશ નહીં. જેમને સમસ્યા છે તેઓએ ભારત છોડીને પાકિસ્તાન ( Pakistan ) જવું જોઈએ.”
તેમની સામે જારી કરાયેલા ફતવા અંગે ઉમર અહેમદે કહ્યું મીડીયા રિપોર્ટમાં જણાવ્યુ હતું કે, મુખ્ય ઈમામ તરીકે મને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ ( Shri Ram Janmabhoomi Tirtha Trust ) તરફથી આમંત્રણ મળ્યું હતું. બે દિવસ વિચાર કર્યા પછી મે અયોધ્યા જવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી આ ફતવો ગઈકાલે જારી કરવામાં આવ્યો હતો પરંતુ મને 22 જાન્યુઆરીની સાંજથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.
તેણે વધુમાં કહ્યું હતું કે, મેં કેટલાક કોલ રેકોર્ડ કર્યા છે. જેમાં કોલ કરનારાઓએ મને મારી નાખવાની ધમકી આપી છે. જે લોકો મને અને દેશને પ્રેમ કરે છે, તેઓ મને સાથ આપશે. જે લોકો મને નફરત કરે છે કારણ કે મેં ફંક્શનમાં ભાગ લીધો હતો તેમણે પાકિસ્તાન જવું જોઈએ. મેં દેશને પ્રેમનો સંદેશ આપ્યો છે. કોઈ ગુનો કર્યો નથી. હું માફી માંગીશ નહીં કે રાજીનામું આપીશ નહીં. ધમકીઓ આપનારા તેઓ ગમે તે કરી શકે છે.
FATWA against “Imam Umar Ahmed Ilyasi” for attending Ram temple event.@khanumarfa @_sayema @ravishndtv @RanaAyyub
Where is “Mohobbat ki Dukaan” @RahulGandhi @SupriyaShrinate @NayakRagini pic.twitter.com/ouvS2n2xaq— Vinay Singh Kshatriye (@LKshatriye) January 30, 2024
હું આવા ફતવાઓનો બહિષ્કાર કરવા માંગુ છુંઃ ડૉ. ઈમામ ઈલ્યાસી..
મિડીયા રિપોર્ટમાં વધુમાં જણાવતા કહ્યું હતું કે અમે ભારતમાં રહીએ છીએ, અમે ભારતીય છીએ. આવો આપણે સૌ સાથે મળીને ભારતને મજબૂત બનાવીએ. આપણા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. તે મારું નિવેદન હતું. તેની વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. મારી વિરુદ્ધ દેશભરમાંથી ફતવા આવી રહ્યા છે. જ્યારથી હું અયોધ્યાથી પાછો આવ્યો છું, ત્યારથી મને અને મારા પરિવારને મારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Pension Rules: મોદી સરકારે ફેમિલી પેન્શનના નિયમોમાં કર્યો આ ફેરફાર.. હવે મહિલા કર્મચારીઓને મળશે મોટી રાહત.
હું ફતવા જારી કરનારાઓને કહેવા માંગુ છું, હું આ ફતવો સ્વીકારતો નથી. હું માફી પણ માંગીશ નહીં અને રાજીનામું આપીશ નહીં. હું આવા ફતવાઓનો બહિષ્કાર કરવા માંગુ છું. મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. હું શહીદ થવા તૈયાર છું. હું રાષ્ટ્રહિત માટે અયોધ્યા ગયો હતો. હું રાષ્ટ્રીય હિત માટે શહીદ પણ થઈ શકું છું.
નોંધનીય છે કે, મુસ્લિમ ધાર્મિક નેતા ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (AIIO)ના મુખ્ય ઈમામ છે. ઓમર અહેમદ ઇલ્યાસી ઇમામ સંસ્થાનો વૈશ્વિક ચહેરો છે અને ધર્મ, આધ્યાત્મિકતા અને આંતર-ધાર્મિક સંવાદના તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં પંજાબની દેશ ભગત યુનિવર્સિટી દ્વારા ડો.ઇમામ ઓમર અહેમદ ઇલ્યાસીને ફિલોસોફીની ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મસ્જિદના ઈમામને શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરવામાં આવ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)