Ankita Lokhande: અંકિતા એ ફરી તેના સાસુ ને બોલવાનો આપ્યો મોકો! પાર્ટી માં પતિ ની સામે આ વ્યક્તિ સાથે કોઝી થઇ અભિનેત્રી, જુઓ વિડીયો

Ankita Lokhande: બિગ બોસ સીઝન 17 ના સ્પર્ધક અંકિતા લોખંડે અને વિકી જૈન શો સમાપ્ત થયા બાદ તેના પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા આ પાર્ટી ના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. પરંતુ તેમાંના એક વિડીયો એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં અંકિતા નાવેદ સાથે કોઝી થઇ ને ડાન્સ કરી રહી હતી.

by Zalak Parikh
ankita lokhande cozy dance with naved sole in her party

News Continuous Bureau | Mumbai 

Ankita Lokhande: બિગ બોસ 17 સમાપ્ત થઇ ગયો છે. આ શો નો વિજેતા મુનાવર ફારુકી બન્યો હતો. આ શો માં અંકિતા લોખંડે એ તેના પતિ વિકી જૈન સાથે એન્ટ્રી કરી હતી.આ શો માં વિકી જૈન ટોપ 6 સુધી પહોંચ્યો હતો બાદ માં તે ઘરમાંથી બહાર આવી ગયો હતો જયારે કે અંકિતા ટોપ 4 માં પહોંચી હતી ત્યારબાદ તે પણ ઘરમાંથી બહાર આવી ગઈ હતી. હવે બિગ બોસ સમાપ્ત થયા બાદ અંકિતા લોખંડેના ઘરે એક પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભિનેત્રીના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.આ દરમિયાન બિગ બોસ 17ના સ્પર્ધક નાવેદ સોલ પણ હાજર રહ્યો હતો. હવે આ દરમિયાન અંકિતા અને નાવેદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પછી અભિનેત્રીને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના વિજેતા મુનાવર નું ડોંગરી માં થયું ભવ્ય સ્વાગત, ફેન્સ નો ઉત્સાહ જોઈ સ્ટેન્ડઅપ કોમેડિયન એ કર્યું આ કામ

અંકિતા અને નાવેદ નો કોઝી ડાન્સ 

સોશિયલ મીડિયા પર અંકિતા અને વિકી જૈન ની પાર્ટી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, અંકિતા અને નાવેદ ડાન્સ કરી રહ્યાં છે. બેકગ્રાઉન્ડમાં રોકી ઔર રાની ફિલ્મ નું ગીત તુમ ક્યા મિલે વાગી રહ્યું છે આ દરમિયાન અંકિતા નાવેદ ને ક્યારેક ગળે લગાવે છે તો ક્યારેક તેની ખૂબ નજીક જાય છે. આ દરમિયાન નાવેદ અંકિતા ના ગાલ પર ચુંબન પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


 

આ વિડીયો જોયા બાદ લોકો અંકિતા ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સાસુમાં એ પરિવારનું નામ ન બગાડવાની ચેતવણી આપી છે.’ અન્ય એકે લખ્યું, ‘ જો વિક્કીએ આવું કર્યું હોત તો તેણે હંગામો મચાવ્યો હોત’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More