Ankita Lokhande: બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ કંગના ને મળી અંકિતા લોખંડે, જણાવ્યું કેવી છે બંને વચ્ચે મિત્રતા

Ankita Lokhande: અંકિતા લોખંડે બિગ બોસ ના ઘરમાંથી બહાર આવતા તેની મિત્ર કંગના ને મળી હતી આ દરમિયાન તેને કલાકો સુધી તેની સાથે વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અંકિતા એ જણાવ્યું કે કંગના એ તેને શું સલાહ આપી અને બંને વચ્ચે કેવું બોન્ડ છે.

by Zalak Parikh
ankita lokhande share sister bond with kangana ranaut actress meet her after big boss 17

News Continuous Bureau | Mumbai 

Ankita Lokhande: બિગ બોસ માં આવ્યા પછી ઘણી ચર્ચા માં આવી હતી. હવે બિગ બોસ શો સમાપ્ત થઇ ગયો છે. બિગ બોસ ના ઘરમાં થી બહાર આવ્યા બાદ અંકિતા કંગના ને મળી હતી બંને એ કલાકો સુધી વાતો પણ કરી હતી. હવે અંકિતા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેના અને કંગના ના સંબંધ વિશે ખુલીને વાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: રામ ભક્તિ માં લીન જોવા મળ્યા અમિતાભ બચ્ચન, રામલલ્લા ના દર્શન કરવા બીજી વાર અયોધ્યા પહોંચ્યા બિગ બી

અંકિતા – કંગના ના સંબંધ 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અંકિતા એ કંગના રનૌત વિશે કહ્યું, “ખરેખર, કંગના અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે આટલા નજીક આવી જઈશું, પરંતુ જ્યારે અમે ‘મણિકર્ણિકા’ પર મળ્યા અને જ્યારે કંગનાએ મને ડિરેક્ટ કરવાનું શરૂ કર્યું, ત્યારે અમારા સંબંધોનો પાયો મજબૂત બન્યો.મારી અને કંગના ની કહાની માં એવું કંઈ નથી, પરંતુ તે હંમેશા મારી તરફ જુએ છે અને કહે છે, યાર, તે આપણા જેવી છે, પાગલ, એકદમ પાગલ છે અને મને લાગે છે કે તે વાઈબ મારી અને કંગનાની છે જે ખૂબ સારી રીતે મેળ ખાય છે.”

અંકિતા લોખંડેએ કહ્યું,  ‘હું કહેવા માંગુ છું કે, જ્યારે હું બિગ બોસમાં હતી ત્યારે પણ કંગનાએ મારી માતા સાથે વાત કરી હતી અને મારા જીવનમાં જે પણ ચાલી રહ્યું હતું, તે દરેક બાબતને લઈને ખૂબ જ ચિંતિત હતી.’બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી, કંગનાએ મારી સાથે એક કલાક સુધી વાત કરી અને મારે હવે કેવી રીતે સંભાળવું જોઈએ તેના સૂચનો પણ આપ્યા’. વાત ને આગળ વધારતા અંકિતાએ, ‘ગઈકાલે મારો ઈન્ટરવ્યુ જોયા પછી તેણે મને મેસેજ કર્યો અને કહ્યું કે હું અંકિતાને આ રીતે જોવા માંગુ છું. મને તારા પર ગર્વ છે. કંગનાએ હંમેશા મને પ્રેરિત કરી છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like