News Continuous Bureau | Mumbai
Article 370: આર્ટિકલ 370 23 ફેબ્રુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ માં યામી ગૌતમ ને પ્રિયામણી મુખ્ય ભૂમિકા માં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાર્તા છે. આ એક રાજકીય ડ્રામા છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો છે અને કલમ 370 હટાવ્યા બાદ ત્યાં કેવી સ્થિતિ સર્જાઈ છે. આ ફિલ્મ ની વાર્તા લોકો ને ખુબ પસંદ આવી રહી છે, તેમજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. હવે આ બધા ની વચ્ચે ફિલ્મ ના મેકર્સ ને મોટો ફટકો પડ્યો છે. આ ફિલ્મ ગલ્ફ દેશો માં બેન કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Raha kapoor: રિશી કપૂર કે રાજ કપૂર જેવી નહીં પરિવાર ના આ વ્યક્તિ જેવી દેખાય છે રાહા કપૂર, નાના મહેશ ભટ્ટે કર્યો ખુલાસો
આર્ટિકલ 370 થઇ ગલ્ફ દેશો માં બેન
વાત એમ છે કે, પર્સિયન ગલ્ફની સરહદે કુલ 6 મુસ્લિમ દેશો આવેલા છે, જેને ગલ્ફ કહેવામાં આવે છે. જેમાં કુવૈત, ઓમાન, સાઉદી આરબ અમીરાત, કતાર અને બહેરીનનો સમાવેશ થાય છે. જો કે આ 6 દેશોમાંથી UAEમાં કલમ 370 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ બાકીના 5 દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.