Godrej : ન્યુ ઈનોવેશન.. ગોદરેજ અપ્લાયન્સિસે લોન્ચ કર્યાં વુડ-ફિનિશ, નેચરલ ઈન્સ્પાયર્ડ એસી અને રેફ્રિજરેટર્સ..

Godrej : ગોદરેજ અપ્લાયન્સિસે ડિઝાઈન ઈનોવેશનની શ્રેષ્ઠ કામગીરી સાથે. વુડ-ફિનિશ, નેચરલ ઈન્સ્પાયર્ડ એસી અને રેફ્રીજરેટર્સ લોંચ કર્યાં. બ્રાન્ડનો લક્ષ્યાંક પોતાના પ્રીમિયમ સેગમેન્ટમાં યોગદાન 45 ટકાથી વધારી 55 ટકા કરવાનો અને એક મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે સમર ગ્રોથને 20 ટકા સુધી વધારવાનો છે.. ક્યૂરેટેડ એસેસરીઝ અને હોમ ડિઝાઈન ગાઈડ માટે ઈન્ડિયા સર્કસના કૃષ્ણા મેહતા સાથેના સહયોગથી કન્ઝ્યુમર એક્સપિરીયન્સને વધુ સારો બનાવવામાં આવ્યો છે.

by Hiral Meria
New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

News Continuous Bureau | Mumbai 

Godrej : ગોદરેજ ગ્રુપની અગ્રણી કંપની ગોદરેજ એન્ડ બૉયસનો હિસ્સો ગોદરેજ અપ્લાયન્સિસે ( Godrej Appliances ) પ્રકૃતિથી પ્રેરીત વૂડ ફિનિશ હોમ અપ્લાયન્સિસની એક નવી સિરીઝ ઈઓન વોગ ( Eon Vogue ) લોંચ કરી છે. અત્યાધુનિક રેફ્રીજરેટર અને એર કન્ડિશનરથી સજ્જ આ રેન્જ એઈસ્થેટીક્સ તથા ટેકનોલોજીનું એક ઉત્તમ સમન્વય છે,જે સમકાલીન ભારતીય હોમ ડેકોરને પૂરક બનાવે છે તથા તેને નોંધપાત્ર પ્રમાણમાં વેગ આપે છે.

બ્રાન્ડ ( wood finish home appliances ) દ્વારા હાથ ધરવામાં આવેલ ભારતીય ઘરોને લગતા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આશરે 70 ટકાથી વધારે ઉત્તરદાતાઓનું કહેવું છે કે તેઓ એવા ઉપકરણોના વધારે વિકલ્પ જોવા ઈચ્છે છે કે જે તેમના ઘરની સજાવટ માટે વધારે યોગ્ય હોય. અડધાથી પણ વધારે લોકોનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે તેમના ઘરોમાં બધુ જ યોગ્ય રીતે મેચ થાય તેવું ઈચ્છે છે.

ન્યુ લોંચ અંગે બોલતા ગોદરેજ એપ્લાયન્સિસ ખાતેના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટીવ વાઈસ-પ્રેસિડેન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે, “લોકોની ખર્ચપાત્ર આવકમાં થઈ રહેલા વધારા અને લોનની સરળ ઉપલબ્ધતાને લીધે હોમ ઓનરશીપ્સની સરેરાશ ઉંમરમાં ઘટાડો થયો છે અને એવું કહેવામાં આવે છે કે તે હવે થર્ટીઝમાં છે. આ યુવા ભારતીય કન્ઝ્યુમર પોતાના ઘરોની સજાવટમાં ખૂબ જ પ્રયત્ન કરે છે, તેઓ સુનિશ્ચિત કરે છે કે તમામ ડિઝાઈન એકંદરે યોગ્ય સમન્વય ધરાવે, હવે તેમના આ ઉપકરણો એટલે કે અપ્લાયન્સિસને એઈસ્થેટીક્સ બનાવવા માટે ઘરની સજાવટની વાત વિશેષ આવે છે તો તેઓ કેટલીક અડચણનો સામનો કરે છે. એઈસ્થેટીક્સ એ આજે એક ચાવીરૂપ ખરીદી છે, જે પ્રીમિયમાઈઝેશનના વેવ્ઝ વચ્ચે સંચાલિત છે. ગોદરેજ અપ્લાયન્સિસની ફિલસૂફીની બાબતમાં તે ખરી સાબિત થઈ છે, આ શ્રેષ્ઠ બ્રાન્ડ ફરી એક વખત સમજી-વિચારીને તૈયાર કરવામાં આવેલ ઉત્તમ પ્રોડક્ટ્સને ગોદરેજ અપ્લાયન્સિસ દ્વારા રજૂ કરવા સાથે તે બ્રાન્ડને નેચર ઈન્સ્પાયર્ડ, વુડ-ફિનિશ રેન્જમાં ( Air conditioner ) એરકન્ડિશનર અને ( Refrigerator ) રેફ્રીજરેટર્સ– ગોદરેજ ઈઓન વોગ સિરીઝની ખાસ રજૂઆત સાથે જરૂરિયાતને લગતી જે ખાઈ હતી તેને પૂરી કરવાની શ્રેષ્ઠ પહેલ કરી છે. અન્ય પ્રીમિયમ લોંચ સાથે બ્રાન્ડનો લક્ષ્યાંક પોતાના પ્રીમિયમ સેગમેન્ટના યોગદાનને 45 ટકાથી વધારીને 55 ટકા કરવાનો છે અને એક મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે સમર ગ્રોથને 20 ટકા સુધી વધારે છે.’’

આ સમાચાર પણ વાંચો :  Ankita lokhande Vicky jain: અંકિતા લોખંડે સાથે લગ્ન કરવા નહોતો માંગતો વિકી જૈન! જાણો અભિનેત્રીએ તેના પતિ વિશે આવું કેમ કહ્યું

ડિઝાઈનની પાછળના વિચાર પર પ્રકાશ પાડતા ગોદરેજ અપ્લાયન્સિસના ડિઝાઈન બાબતના વડા કમલ પંડિતે જણાવ્યું હતું કે,”અમે ઝડપભેર બદલાઈ રહેલા શહેરોને સ્વતંત્ર ઘરોના સ્થાને બહુમાળી ઈમારતો સાથે જોઈ રહ્યા છીએ અને ગ્રાહકોને પ્રકૃતિથી દૂર થતા જોઈ રહ્યા છીએ.

New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

અમે જોયુ છે કે કેવી રીતે ભારતીય ઘરોમાં ગરમાવો આવે છે, જ્યારે ઉપકરણ અપેક્ષાકૃત ઠંડા સ્થળ પર કાળા તથા સિલ્વર રંગના કાચ તથા સ્ટીલ સાથે કામ કરે છે. અમે પ્રકૃતિને અનુરૂપ યોગ્ય નિર્ણય કર્યો છે અને વ્યવહારિકતાને યથાવત રાખતા આપણા ઘરોને મિશ્રિત તથા યોગ્ય પૂરક સ્થિતિ માટે અનેક રંગોમાં કુદરતી લાકડાંના ફિનિશિંગવાળા ઉપકરણ રજૂ કર્યાં છે. ઈઓન વોગ શ્રેણી પાણી, કોઈપણ પ્રકારના ડાઘ અથવા ઘસારા વિરોધી, સાફ કરવામાં સરળ તથા ટકાઉપણાની અજોડ રજૂઆત ધરાવે છે.”

કન્ઝ્યુમરને તેમના ઘરોમાં ડિઝાઈનમાં ફેરફારને લગતા અનુભવ કરાવવા અને અપનાવવામાં સહાયકતા કરવા બ્રાન્ડે એક અનુકૂલિત હોમ ડિઝાઈન ગાઈડ માટે ઈન્ડિયા સર્કસના સ્થાપક અને ડિઝાઈન નિર્દેશક કૃષ્ણા મહેતા સાથે સહયોગ કર્યો છે, તેમાં વિવિધ પ્રકારની ઘરેલુ સજાવટને લગતી શૈલિઓ તથા ખાસ પ્રકારના ક્યુરેટેડ નવા ઈયોન વેન સિરીઝને રજૂ કરવામાં આવેલ છે, તેમાં વિવિધ પ્રકારના ઘરેલુ સજાવટની શૈલિઓ તથા ખાસ સ્વરૂપથી ક્યુરેટેડ ન્યુ ઈયોન વોગ સિરીઝને પ્રદર્શિત કરવામાં આવેલ છે. પ્રકૃતિથી પ્રેરીત ભારત સર્કસના સહાયક ઉપકરણ કે જેની કિંમત રૂપિયા 1999/- સુધી છે તે એક હજાર ગ્રાહકો માટે છે.

આ લોંચ કરવા પ્રસંગે ઈન્ડિયા સર્કસના સંસ્થાપક અને ડિઝાઈનના નિર્દેશક કૃષ્ણા મેહતાએ કહ્યું કે “ગોદરેજ એપ્લાયન્સિસની નવી વુડ-ફિનિશ સિરીઝ ભારતમાં ડેકોરની દુનિયામાં સ્વાગત કરવા યોગ્ય ન્યુ એન્ટ્રન્ટ છે. હું ડિઝાઈનમાં પ્રકૃતિથી પ્રેરીત બાબતોને એકીકરણની મદદ કરું છું, અને તમે તેને ઈન્ડિયા સર્કસમાં પણ શ્રેષ્ઠ પર્ફોમન્સ સાથે જોઈ શકો છો. વુડ એક પ્રાકૃતિક ફિનિશ હોવાને લીધે બહુપ્રતિભા સંપન છે, જે વિવિધ સજાવટોની શૈલીઓ સારી ઉત્તમ તાલમેલ ધરાવે છે. મે તેને પોતાની ડિઝાઈન ગાઈડમાં રજૂ કરી છે અને ગ્રાહકોને ડિઝાઈન સાથે એક રિયલ અભિગમનો અનુભવ કરવામાં મદદરૂપ બને છે, અમે વોગ સિરીઝના પૂરક સ્વરૂપમાં ગ્રાહકો માટે આદર્શ સોગાત સ્વરૂપમાં ઈન્ડિયા સર્કસના કેટલાક ખાસ કુદરત પ્રેરીત સામાન-ફ્રિઝ વેર અને કુશન રેફ્રીઝરેટર અને એર કન્ડિશનર સાથે પણ તૈયાર કરવામાં આવેલ છે. અમને આશા છે કે આ શ્રેષ્ઠ રજૂઆત ગ્રાહકોને તેમના ઘરોમાં પ્રકૃતિથી પ્રેરીત ડિઝાઈનને વધારે સારી કરવાનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.”

New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

આ સમાચાર પણ વાંચો :  Jaya prada: અભિનેત્રી જયાપ્રદા ની મુશ્કેલી વધી, આ કેસમાં અદાલતે અભિનેત્રી ને કરી ‘ભાગેડુ’ જાહેર, કોર્ટ એ પોલીસ ને આપ્યો આ આદેશ

ગોદરેજ ઈઓન વોગ સિરીઝના રેફ્રિજરેટર બે રંગ ઓક અને વોલનટ વૂડમાં 272 લીટર તથા 244 લીટરની ક્ષમતામાં ઉપલબ્ધ બનેલ છે તથા ગ્રાહકો માટે રૂપિયા 27,000-32,000 રેન્જમાં ઉપલબ્ધ છે. રેફ્રીજરેટર નેનો શીલ્ડ ડિસઈન્ફેક્શન ટેકનોલોજી (પેટન્ટ લાગૂ), વિશાળ વેજીટેબલ સ્ટોરેજ અને અન્ય સુવિધાઓ સાથે પેટેન્ટેડ કૂલ શોવર ટેકનોલોજીના માધ્યમથી 96/+ સરફેસ ડિસઈન્ફેક્શન સાથે રજૂ કરવામાં આવેલ છે.

એર કન્ડિશનર 1.5 ટીઆરમાં ત્રણ રંગ-સાઈપ્રસ, ટીક અને મહોગનીમાં ઉપલબ્ધ છે,જે રૂપિયા 35,000-38,000ની કિંમત રેન્જમાં ઉપલબ્ધ છે અને વીજળી બચત માટે 5-ઈન-1 કન્વર્ટિબલ ટેકનોલોજી, વધારે આરામદાયકતા માટે 4-વે સ્વિંગ અને 52 ડિગ્રી સેલ્સિયસ પર પણ હેવી-ડ્યૂટી કૂલિંગથી સજ્જ છે. આ એસી ઈર32નો ઉપયોગ કરે છે,જે ઓછા ગ્લોબલ વોર્મિંગવાળા રેફ્રિજરેટર છે. આ સિરીઝ ટૂંક સમયમાં ભારતમાં ઈન્ડિયા સર્કસ વેબસાઈટ ઉપરાંત અધિકૃત સ્ટોર્સ અને લોકપ્રિય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનશે.

વધુ માહિતી માટે https://www.godrej.com/appliances/eonvogue ની મુલાકાત લો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More