News Continuous Bureau | Mumbai
Madhya Pradesh :
- મધ્યપ્રદેશના ડિંડોરીમાં સીમંત વિધિ પતાવીને પરત ફરી રહેલા પરિવારજનોને અકસ્માત નડ્યો છે.
- આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. તો 21 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવએ આ કરૂણ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
- આ ઘટના શાહપુરા પોલીસ સ્ટેશન અને બિચિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં બની હતી.
- અકસ્માતનું કારણ પીકઅપ વાહનની બ્રેક ફેલ થઇ ગઇ હોવાનું કહેવાય છે. જે બાદ ડ્રાયવરે પીક અપ વાનના સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને 20 ફૂટ નીચે ખેતરમાં પલટી ગઇ હતી.
આ સમાચાર પણ વાંચો : Karnataka: ભાજપ માટે પાકિસ્તાન દુશ્મન છે, પરંતુ અમારા માટે.. આ કોંગ્રેસ નેતાના નિવેદન પર હવે છેડાયો નવો વિવાદ.. જાણો વિગતે..