Shahrukh khan and Gauri khan: પત્ની ના પ્રેમ માં પાગલ શાહરુખ ખાને ગૌરી ખાન સાથે એક વાર નહીં આટલી વાર કર્યા હતા લગ્ન, કિંગ ખાન ના મિત્ર એ કર્યો ખુલાસો

Shahrukh khan and Gauri khan: શાહરુખ ખાન અને ગૌરી ખાન બોલિવૂડ નું પાવર કપલ છે. શાહરુખ ખાન ગૌરી ખાન ને એટલો પ્રેમ કરે છે કે તેને ગૌરી સાથે એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વાર લગ્ન કર્યા હતા.

by Zalak Parikh
shahrukh khan got married thrice with wife gauri khan king khan friend vivek vaswani revealed

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan and Gauri khan: શાહરુખ ખાન અને ગૌરી ખાન ના લગ્ન ને 32 વર્ષ થઇ ગયા છે. આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં શાહરુખ ખાન ગૌરી ને ખુબ પ્રેમ કરે છે. શાહરુખ ખાન અને ગૌરી ખાન ની જોડી ને બોલિવૂડમાં એક આદર્શ પતિ-પત્નીની જોડી માનવામાં આવે છે. તાજેતરમાં, શાહરૂખના નજીકના મિત્ર અભિનેતા વિવેક વાસવાનીએ શાહરૂખ અને ગૌરીની લવ સ્ટોરી વિશે ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : Jay vithlani: વધુ એક સિતારો ખરી પડ્યો, ગુજરાતી રંગમંચ અને ફિલ્મો માં સક્રિય અભિનેતા જય વિઠલાણી નું 42 વર્ષ ની વયે થયું નિધન,આ હતું તેમની અચાનક વિદાય નું કારણ

શાહરુખ અને ગૌરી ની લવસ્ટોરી 

શાહરુખ ખાન અને ગૌરી ખાન ની લવસ્ટોરી વિશે તો બધા જ જાણે જ છે પરંતુ શાહરુખ ના નજીક ના મિત્ર વિવેક વાસવાની એ શાહરુખ અને ગૌરી ની લવસ્ટોરી વિશે વાત કરતા કહ્યું, ‘આખી દુનિયા શાહરૂખની લવ સ્ટોરી જાણે છે, પરંતુ દુનિયા નથી જાણતી કે શાહરૂખે એક જ દિવસમાં ત્રણ વખત ગૌરી સાથે લગ્ન કર્યા હતા લગ્ન પહેલા શાહરૂખ અને ગૌરીએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યા હતા. શાહરૂખ માટે ગૌરી તેની આખી દુનિયા હતી. તે ગૌરીને એટલો પ્રેમ કરતો હતો કે તે તેના માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હતો. તેમના લગ્નના દિવસે હું તેમની સાથે ત્યાં હાજર હતો. શાહરૂખે પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા, પછી નિકાહ કર્યા હતા અને અંતે તેણે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તે દિવસ ખૂબ જ રોમાંચક હતો. અમે બધા શાહરુખ માટે ખૂબ જ ખુશ હતા.’

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)


તમને જણાવી દઈએ કે, શાહરૂખે ગૌરી ખાન સાથે 25 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કર્યા હતા.તેમને ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબરામ ખાન છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More