News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈના બોરીવલીમાં ( Borivali ) મંગળવારે એક નિર્માણાધીન ઈમારતમાં લોખંડનો માંચડાનો કેટલોક ભાગ તૂટી ( scaffolding collapsed ) પડતાં ત્રણ કામદારોનાં મોત થયાં હતાં. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અંગે મહાપાલિકા અધિકારીએ મિડીયાને જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ સોની વાડી વિસ્તારમાં કલ્પના ચાવલા ચોકમાં બની હતી. પોલીસે ઘટના સંદર્ભે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર, સાઈટ એન્જિનિયર અને અન્ય વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાયો છે.
STORY | 3 workers dead, 1 critical as part of under-construction building’s scaffolding collapses in Mumbai
READ: https://t.co/BIcbT8VLj2
VIDEO:
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/Gm3cu87YuD
— Press Trust of India (@PTI_News) March 12, 2024
24 માળની બિલ્ડિંગના 16મા માળેથી માંચડાનો કેટલોક ભાગ તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો…
મહાનગરપાલિકાના ( BMC ) અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, 24 માળની બિલ્ડિંગના 16મા માળેથી માંચડોનો ( scaffolding ) કેટલોક ભાગ તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર કામદારો ( workers ) ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેમને તાત્કાલિક કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ કામદારોને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે ચોથા પીડિતની હાલત હાલ ગંભીર છે. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર વિભાગના જવાનો બે ફાયર બંબાઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : Rich Beggar: મુંબઈમાં આ ભિખારી પાસે છે બે ફ્લેટ, દુકાનોમાં રોકાણ.. જાણો દુનિયાનો સૌથી ધનિક ભિખારી દરરોજ કેટલી કમાણી કરે છે?
આ ઘટના બન્યા બાદ ભારતીય દંડ સંહિતાની કલમ 304A અને 338 હેઠળ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)